પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
ઘાશીરામ કોટવાલ.


૪ એક જણે લોઢાની ઘંટી બનાવી, તે પોતાની મેળે ફરતી હતી. તે અંગરખાંની બાહેમાં સહેજ રહી શકે એટલી નહાની હતી. અને તે ઘંટીથી આઠ માણસ ખાય એટલું એક દહાડામાં દળાતું હતું.

૫ સાડા ત્રણ તસુ સમચોરસ કાગલના કકડા ઉપર એક સખસે ૯૩૪૮ અક્ષર લખ્યા હતા.

ઘા૦— એક વણકરે અઢી માસા રેશમનો તાર એવો ઝીણો કર્યો હતો કે, તે લંબાઈમાં દોઢ ગાઉ સુધી પહોંચે. તે જ પ્રમાણે એક બીજા વણકરે એક સાડી તૈયાર કરી હતી. તે એક નહાના માદળિયામાં સમાઇ શકે એવી હતી.

જોન્સ— એક સંચો એવો બનેલો છે કે, તેથી ઉન એટલું બારીક કંતાય છે, કે અધશેર ઉન ૧૦પ રૂપીઆની કીમતે કંતાવ્યું. તેના ધાગાના કડકા ૯પ થયા હતા. તે એક એક કકડો ૧૧૨૦ હાથ લાંબો હતો. એ સઘળા ધાગાની લંબાઈ ૧૫ કોશ અને ૮૦૦ હાથ હતી.

૨ ઈસ્વી સન ૧૬૧૯ ના વર્ષમાં જેફ્રિહડસન નામના એક સખસ ઈગ્લેંડમાં જન્મ્યો હતો. તે આઠ નવ વર્ષની ઉમરનો થયો ત્યારે દોઢ ફુટ ઉંચો હતો. તે ત્રીસ વર્ષનો થયો ત્યાંહાં સુધી એટલે જ ઉંચો રહ્યો. બાદ વધવા લાગ્યો. તે ત્રણ ફુટ ૩ ફુટ ઉંચો વધ્યો. તે ૬૩ વર્ષનો થઈ મરી ગયો.

હવે અમે ખાઈ રહ્યા. થોડી ચાહ મંગાવો, એટલે બસ થયું.

ઘા૦— એટલામાં શું જમી રહ્યા ? હજી પકવાન્ન આવવાનાં છે. અમારા શહેરમાં એક તૈલંગો બ્રાહ્મણ આવ્યો હતો; તે ટેબલ ઉપરનું તમામ ખાનું ખાઈ રહ્યા પછી પણ વધારે માગ્યા વગર રહેતો ન હતો.

સ્મિથ— એક તૈલંગો બ્રાહ્મણ એક ટંકે કેટલા લાડુ ખાય ?

ઘા૦— એક વખતે સવાસો લાડુના ખાનાર છે.

જોન્સ— સિરિયા દેશમાં એક બૈરી હતી, તે એક દિવસમાં તીસ મુરગી ખાતી, તો પણ તેટલાથી એનું પેટ ભરાતું ન હતું.

આરીલયન નામનો બાદશાહ હતો. તેની રુબરુ એક ડ્રેગન નામના સખસે એક જંગલનાં તમામ ડુક્કર, એક બકરો, એક ગામઠી ડુક્કરનું બચ્ચુ ને સો ભાખરા એટલું ખાધું ને તે ઉપર પુષકળ દારુ પીધેા હતેા.

ક્લાડિયસ આભ્બિનસ નામનો બાદશાહ હતો. તે સવારમાં નહારકોઠે પાંચસેં અંજીર, સેા ઝમરુખ, દસ ખરબુજા તથા એક ટોપલી ભરી દ્રાક્ષ ખાઈ ગયેા હતો.