પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
ઘાશીરામ કોટવાલ.


ઘા૦—એમ કરો. આપ તે વખત ત્રાંબાનો પૈસો નાંખી, સોનાનું પુતળિયું અગ્નિમાંથી ક્હાડ્યું, તેનો પ્રકાર શી રીતે છે?

બાવા— વિષ્ણવેનમઃ વિષ્ણવેનમઃ સ્વામીનો હુકમ તે વાત કહેવાનો નથી.

ઘા૦— હું આપનો ચેલો થાઉં છું, પછી તો મને કહેવાની કાંઇ ફિકર નથી?

બા૦— ખરી વાત; પણ એ પ્રયોગ શિખવાને બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઇએ. ફક્ત મોહોડેથી બ્રહ્મચર્ય કહેવડાવવું ઉપયેાગનું નથી. આપથી સંસારનો ત્યાગ થાય નહીં; તેમ તે ક્રિયા શિખતાં એક વર્ષ લાગશે.

ઘા૦— અમારાથી બ્રહ્મચર્ય વ્રત પળાશે નહીં; પણ આપના જવા પહેલાં આપના તપનું ફળ અમને મળે તેમ કરવું જોઇએ.

બાવા— ત્રાંબું શુદ્ધ કરી તેનું સોનું બનાવતાં પાંચ દિવસ લાગે છે. તેમાં ચાર દિવસ ત્રાંબુ શુદ્ધ કરતાં જાય છે. તે ચાર દિવસમાં જેને બ્રહ્મચર્ય ન હોય તેવાનો અવાજ પણ કાને સાંભળવો ન જોઇએ, એવો પક્કો બંદોબસ્ત અહીં શી રીતે રહી શકે ?

ઘા૦— હું અહીં જેવો જોઇએ તેવો બંદોબસ્ત કરી આપું. બાગની ચારે તરફ કનાત બંધાવી અંદર પવન આવી શકે નહીં એવું કરાવું, ને કનાતની બહાર આઠ દશ વર્ષના છોકરાએાને હાથમાં ગોફણ આપી બેસાડું છું. તે છોકરાઓ શિવાય બીજા કોઇએ તે કનાત પાસે જવું નહીં, એવી ગામના લોકોને તાકીદ કરું છું; પછી કાંઇ અડચણ રહી?

બાવા— એ ખરું; પણ હવે દિવસ થાકતા નથી; અમારે નિકળવાનું મુહૂર્ત પાસે આવ્યું.

ઘા૦— હજી સાત દિવસ રહ્યા છે; તેટલામાં પાંચ દિવસમાં કરવાનું કામ છે તે થઇ શકશે.

બાવા— આપ તાકીદ રાખશો તો થશે. યાદી કરી આપુંછું તે પ્રમાણે સામાન બે દિવસમાં લાવી આપો તથા એક માટીનો કુંડ બનાવી આપો, અને અમારા હાથની યાદી કોઇ બીજાના જોવામાં ન આવે એમ થવું જોઇએ.

બાવાજીનું બોલવું સાંભળી ઘાશીરામે ઠીક છે, યાદી આપો એવું કહ્યું. તે ઉપરથી વાઘાંબરી બાવાએ પોથી કહાડી તેમાંથી યાદી ઉતરાવી આપી. તેમાં પાંચ પચીસ ચીજો લખેલી હતી; તેમાં ત્રાંબાના વીંટા તથા દર મણ ત્રાંબે બાવન નંબર કસના સોનાનો ભુકો અગિયાર માસા, એ પ્રમાણે લખેલું હતું. તે યાદ ઘાશીરામ લઇને, બાવાને નમસ્કાર કરી પુનામાં