પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
ઘાશીરામ કેાટવાલ.

આવ્યો. બીજે દિવસે ફરાસ મોકલી બાગની ચોતરફ કનાત બંધાવી, તથા કડીઆ મોકલી માટીનો કુંડ બંધાવી આપ્યો, ને બીજે દિવસે યાદીમાં લખ્યા પ્રમાણે સામાન પહોંચતો કર્યો. તેમાં પાંચસેં મણ ત્રાંબુ ને તે પ્રમાણે પાંચ ડાબડા ભરીને સોનાનો ભુકો મોકલ્યો. ત્યારબાદ કોટવાલ સાંજરે કોથરુડ જઇને બાવાને મળ્યા તે વખત બાવાએ કહ્યું કે સવારે આરંભ કરશું. આપે બહારનો પાકો બંદોબસ્ત રાખવો. વદ પડવા સુધી કોઈ કનાત પાસે આવે નહીં. વદ પડવાને દિવસ બે ઘડી હોય ત્યારે આપે આવવું, એટલે આપને સઘળું સ્વાધીન કરીને અમે રસ્તે પડી અમારું મુહૂર્ત્ત સાચવીશું. આ વાત સાંભળી કોટવાલે જવાબ દીધો કે ઠીક છે. પછી બાગમાંથી સઘળા માળી વગેરે ને કહાડી કનાતની બહાર ચાર પાંચ છોકરા રખવાળી સારુ રાખી પોતે પુને ગયા. બાગમાં વાઘાંબરી બાવા તથા તેના બે શિષ્ય રહ્યા. બાદ ઠરાવ પ્રમાણે વદ પડવાને દિવસ ઘાશીરામ પોતે કોથરુડ જઇને બાગના બારણા આગળ ઉભા રહ્યા; પણ કનાતનાં બારણાં ઉગડેલાં નહીં. પછી બે ઘડી રાહ જોઇ એટલે સાંઝ પડી ગઈ; બાદ કનાતની બહાર રાખેલા છોકરામાંથી એક છોકરાને કનાત ઉપરથી અંદર ઉતારી બાવા શું કરે છે તે જોઇને કહેજે, એવું કહ્યું. તે છોકરો અંદર જઇને મોટેથી બુમ પાડી કહેવા લાગ્યો કે અરે ઓ આવો અહીં કાંઇ નથી ! આ શબ્દો સાંભળતાં જ ઘાશીરામનું કલેજું ફાટ્યું ને મોહોડું ઉતરી ગયું. પછી કનાત ઉઘાડી અંદર જઇને જોયું તો કુંડમાં રાખોડીને ઢગલો ને ત્રાંબાના વીંટા પીળા રંગેલા હાથ લાગ્યા. સોનાનો ચુરો આસરે રૂપીઆ નવ હજારની કીમતનો હતો તે કાંઈ જડ્યો નહીં. ત્યારબાદ ઘાશીરામે ચારે દિશાએ સિપાઈ મોકલી શોધ કરાવી; પણ વાઘાંબરી બાવા તથા તેના બે ચેલા હાથ લાગ્યા નહીં.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૧૦.

ઘાશીરામને એક મુસાફરે આગ્રા શહેર શી રીતે વસ્યું તે તથા તેની હકીકત કહી. તેણે કહ્યું કે દિલ્લીના પાદશાહ અકબરને થયલા સઘળા છોકરા ન્હાનપણમાં જ મરણ પામ્યા; તે ઉપરથી અજમેરમાં મીર માઈઊનુદીન ચિસ્તીની દરગાહ છે તેનાં દર્શન કરવા જવાનો વિચાર કરી, તે ઠેકાણું દિલ્લીથી આસરે ૧૭૫ કોશ દૂર છે ત્યાં પાદશાહ તથા તેની રાણી પગે ચાલીને ગયાં. ત્યાં પહોંચ્યા પછી સાંઇની પ્રાર્થના કરી. ત્યારબાદ જમીને આરામ લીધો. તે વખત સાંઇએ તેના સ્વપ્નમાં આવી કહ્યું કે, ફત્તેપુર