પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧
ઘાશીરામ કોટવાલ.


શીકરી નામની ટેકરી ઉપર શેખશાલમ કરીને એક વૃદ્ધ તપસ્વી છે. તેની પાસે જઇને જોઇએ તે માગવું તે પ્રમાણે અકબર બાદશાહ રાણી સુધાં ત્યાં ગયો. તે વખત તે સાંઇએ આશીર્વાદ દીધા કે, અરે રાણી ! તું ગર્ભવતી છે, તને છોકરો આવશે તે ચિરંજીવી રહેશે. તે ઉપરથી અકબરે સાંઇના તકિયા પાસે જગા બાંધીને બેગમ ને છોકરું અવતરતાં સુધી ત્યાં રાખી. માસ પૂરા થયા પછી ઈ૦ સ૦ ૧૫૮૯ ના વર્ષમાં બેગમે જણ્યું, ને છોકરો અવતર્યો તેનું સાંઇને નામે નામ મીરજાશાલમ રાખ્યું. તે છોકરો આગળ હિદુસ્થાનનો બાદશાહ થયો. તે જહાંગીર નામથી પ્રખ્યાત છે. આ છોકરો થયા પછી સાંઇની સેવા થાય તથા તેની રહેમ નજર પોતાના ઉપર હમેશ રહે એવા ઇરાદાથી, અકબર બાદશાહે તે શીકરીની ટેકરી ઉપર પોતાનો રહેવાનો મહેલ બાંધ્યો તથા દિવાન દરબારના લોકોને રહેવાને તથા સરકારી કારખાનાં સારુ ઇમારતો બાંધીને આખરે ટેકરીની આસપાસ કોટ બાંધવાનો નિશ્વય કર્યો. તે વખત સાંઇએ બાદશાહને કહ્યું કે તમારા દરબારનો શોર તથા ગડબડ અમારાથી ખમાશે નહીં; અમારી બંદગી ઉપર તમારો વિશ્વાસ હોય તો તમે અહીંથી નિકળો, નહીં તો અમારે અહીંથી જવું પડશે. તે ઉપરથી બાદશાહ પોતે જવાનું કબુલ કીધું. આગ્રા ગામ તમારે રહેવા લાયક છે, એવું શેખશાલીમે કહ્યું, તે ઉપરથી આગ્રા અસલ નાનું ઉજ્જડ ગામ હતું, ત્યાં બાદશાહ રહેવા લાગ્યા. તે કારણથી તે થોડી મુદતમાં મોટું શહેર થઇ ગયું, ને શીકરીના ટેકરા ઉપરથી વસ્તી કહાડી નાંખી આગ્રા શેહેર ફતેગઢ શીકરીથી ૧૨ કોસ દૂર છે, ને શીકરીના ટેકરા ઉપર શેખશાલમની મોટી દરગાહ બાંધેલી છે.

આગ્રા શહેરમાં બાદશાહે ઘણી ઇમારતો બાંધલી છે, તેમાં તાજમેહેલ કરીને એક ઈમારત છે તેવી ઇમારત પૃથ્વી ઉપર બીજી કોઈ જગે નથી. તે બાંધવાને વીશ હજાર માંણસ બાવીશ વર્ષ સુધી લાગ્યાં હતાં. ઇમારત તયાર કરતાં ત્રણ કરોડ, સત્તર લાખ, અડતાલીસ હજાર, છવીશ રૂપીઆ ખર્ચ થયા છે. આ તાજ મહેલ જમનાના કીનારા ઉપર છે. અકબર બાદશાહના છોકરાનાં છોકરા શાજહાનની બેગમ નુરમહાલ નામની હતી, તે છોકરું જણતાં જ મરણ પામી. તે વખત તારી કબર સઉથી સારી બાંધીશ, એવું તેણે તેને વચન આપ્યું હતું. તે વચન પ્રમાણે બાદશાહે આ મહેલ બાંધ્યો હતો. તે મહેલમાં તે રાણીની કબર છે. તે રાણી સન ૧૬૪૯ માં મરણ પામી; બાદ સન ૧૬૬૬ માં શાહજહાન બાદશાહ મરી ગયો, તેની કબર પણ બેગમની કબર પાસે જ છે. દરગાહની નીચે