પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ ઘાશીરામ કેાટવાલ.

ચોતરાનું કામ તથા તેને ચારે ખૂણે ચાર મિનારા છે. તેનું કામ તમામ સફેદ સાફ સંગેમરમરના પથ્થરનું બનાવેલું છે, ને તે ઉપર રત્ન જડેલાં છે; તેની ચારે તરફની દિવાલ સંગેમરમરના પથરાની કરેલી છે. આ મહેલ જે એારતોએ જોયો હશે તે “આવો મહેલ મારા ઉપર કોઇ બાંધે તો આજે હું મરવાને તૈયાર છું” એવું મનમાં લાવ્યા વિના રહી નહીં હોય.

યમુનાને પેલે કિનારે યેત્માદુદ્દવલાની દરગાહ છે, તે ઘણી સુંદર છે. ત્યાં ખાજે ઘૈયાસ તથા તેની ઓરતની કબર પણ મધ્ય ભાગમાં છે, અને તેની આસપાસની કોટડીમાં તેના સગાંવાલાંઓની કબરો છે. ખાજે ધયાસ, જહાંગીર બાદશાહની કારકીર્દિમાં એક મોટો પુરુષ થઈ ગયો છે. તેનો ઇતિહાસ એવી રીતે છે કે, તે અસલ પશ્ચિમ તાર્તરીનો રહેનાર હતો. હિંદુસ્થાનના બાદશાહના દરબારમાં નોકરી કરવાના ઇરાદાથી તેણે પોતાના એક બળદ શિવાય બીજી તમામ માલ મિલ્કત વાટ ખરચી સારુ વેચી નાંખી, ને તે તથા તેની ઓરત હિંદુસ્થાન તરફ આવવા નિકળ્યાં. એારત ગર્ભવતી હતી, તેને બળદ ઉપર બેસાડી પોતે પગે ચાલવા લાગ્યો. તાર્તરીથી હિંદુસ્થાન આવતાં એક મોટું જંગલ આવે છે, ત્યાં આવ્યાં પછી ખરચી સઘળી પૂરી થઈ. ત્રણ દિવસ તેને તથા તેની ઓરતને અપવાસ થયા. આવી અવસ્થામાં ઓરતે જણ્યું, તેને છોકરી અવતરી. તે વખત ઓરત અશક્ત થવાને લીધે તેનામાં બળદ ઉપર બેસવાની તાકત રહી નહોતી અને ખાજે ધૈયાસ પણ ઘણો થાકી ગયો હતો. આવા સંકટને લીધે બાળકની સંભાળ લઈ શકાઈ નહીં. તેથી તે બાળકને નાંખી દઇ તે ઉપર ઝાડ પાલો ઢાંકી આગળ ચાલ્યાં ગયાં ને અરધો કોશ ગયાં ન ગયાં, એટલામાં એારતથી દુ:ખ બરદાસ્ત થઇ શક્યું નહીં તેથી બળદ ઉપરથી નીચે કુદી પડી. “છોકરું, છોકરું,” કરી કરી શોકથી કળવળવા લાગી. ધૈયાસથી તે દુ:ખ દેખી શકાયું નહીં, તેથી પાછો ગયો ને તે છોકરીને લઇ આવ્યો. એટલામાં એક મુસાફર આવી મળ્યો. તેણે બંનેને ખાવાનું આપ્યું. ત્યારબાદ તે બંને લાહોરમાં અકબર બાદશાહ રાજકારભાર કરતો હતો ત્યાં આવી પહોંચ્યાં. બાદ એક સગાની સીફારસથી બાદશાહે ધૈયાસને એક હજાર સ્વાર સોંપી તેનો ઉપરી બનાવ્યો. ત્યાર પછી યેમાદુદ્દવલાનું ખજાનચીનું કામ તેને મળ્યું. તેને જે જંગલમાં છોકરી થઇ હતી, તે ઘણી ખુબસુરત, સારા ગુણની તથા કળાકૌશલ્ય જાણનારી થઈ. શેર અફગાન નામનો એક ગૃહસ્થ ઘણો શૂરો બળવાન, ને ધીરજવાન હતો, તેની સાથે તે છોકરીને વિવાહ કરવાનો નીમ ઠર્યા