પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
ઘાશીરામ કોટવાલ.

પછી તે છોકરી અકસ્માત બાદશાહના મોટા છોકરા સાલીમના જોવામાં આવી. ત્યારથી તે શાહજાદાની તેની ઉપર પ્રીતિ બેઠી. શાલમે તેને પેાતાની ઓરત કરવાને બની શકે તેટલી મહેનત કરી; તો પણ તેનાં લગન શેર અફગાનની સાથે જ થયાં. પછી શેર અફગાનને લાહોર છોડીને બંગાલ દેશમાં એારતને લઈ જવી પડી. સાલીમ ગાદી ઉપર બેઠા પછી શેર અફગાન ઉપર કાંઈ દ્વેષ રહ્યો નથી એવું બહારથી દેખાડી તેણે તેને દિલ્લીમાં બોલાવી મંગાવ્યો, ને તેને મોટું કામ સોપ્યું; પણ શેર અફગાનની ઓરતનું ધ્યાન પાદશાહના દિલમાંથી ગયું નહોતું. તે પ્રાપ્ત થવાને શું ઉપાય કરવો, તેનો વિચાર તેના દિલમાં જારી હતો, ને તેના ધણી બરખાસ્ત કર્યા શિવાય તે હાથ લાગશે નહીં એવું જાણી તેણે પોતે અલગ રહીને પરસ્પર તજવીજ ચલાવી. પોતાના લોકોને શિખવી તેઓ પાસે એક વખત શેર અફગાન ઉપર એક વાઘ છોડાવ્યો. તે વખત તેની પાસે હથીઆર નહોતું, તેથી વાઘ સાથે કુસ્તી કરીને મારી નાંખ્યો. બાદ કેટલાક દિવસે તેના ઉપર મસ્ત હાથી છોડાવ્યો, તેવીજ તેણે તરવારથી હાથીની શુંડ કાપી નાંખી. આ પ્રમાણે થવા લાગ્યું તે ઉપરથી શેર અફગાન, સાલીમ બાદશાહ પાસેથી રજા લઈ બંગાલ દેશમાં તાડા નામના શહેરમાં ગયો. ત્યાં સરસુબેદારને સાલીમ બાદશાહનો વિચાર માલુમ પડવાથી તેણે શેર અફગાનના ઘર ઉપર ચાળીશ મારા મોક૯યા. તે વખતે તે ઉંઘતો હતો; પણ ગડબડ સાંભળવા ઉપરથી એકાએક જાગૃત થયો, ને હાથમાં તરવાર લઇને તે મારાઓ સાથે કવાયતથી લડ્યો, ને તેમાંના અરધાને ઠાર મારી નાંખ્યા, ને કેટલાકને જખમી કર્યા, તેથી બાકીના મારા નાશી ગયા. ત્યારબાદ એ શહેર પણ તેણે છોડ્યું, ને બરદવાન નામના શહેરમાં જઇને રહ્યો. ત્યાં કેટલાક દિવસ પછી તાડાનો સુબેદાર ગામની તપાસ કરવાને બહાને સાથે હથીઆરબંધ સ્વાર તથા શિરબંધી લઇને આવ્યો. તે વખત તેને શેર અફગાન સત્કાર કરવા સારુ આસરે એક કોશ સામે ગયો. પોતાની સાથે ફકત બે નફર હતા ને પોતે જાતે ઘોડા ઉપર બેઠો હતો. સરસુબેદારની મુલાકાત થતાં જ શેર આફગાન મેાટા આદરમાનથી ભેટી તે સહવર્ત્તમાન શહેર તરફ આવવા લાગ્યો. શહેર નજદીક આવ્યા પછી સરસુબેદાર હાથીની અંબાડીમાં બેઠો ને શેર આફગાન ઘોડા ઉપર જ બેસી રહ્યો. એટલામાં સરસુબેદારના એક ભાલદારે શેર આફગાનના ઘેાડાના થાપામાં ભાલો મારી પોતાના સ્વારોને આગળ ચલાવવાનો આરંભ કર્યો. તે ઉપરથી શેર