પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
ઘાશીરામ કેાટવાલ.

આફગાને તરવાર કાઢી. તેની સાથે જ સરસુબેદારના સઘળા સ્વાર સીપાઈઓએ નાગી તરવારો કીધી. તે જોઇને, આ ઘાટ મારો જીવ લેવાનો સરસુબેદારે કર્યો છે, એવું સમજીને શેર આફગાન પોતાના ઘોડાને એડ મારી સરસુબેદારના હાથીપર લઈ ગયો ને સુબેદારને ભાલાથી ઠાર માર્યો. બાદ પોતે સ્વાર શીરબંદી ઉપર દોડ્યો ને તેમાંથી કેટલાક જણોને માર્યા. તેમાના બાકીના લોકો ચોતરફ ફરી વળ્યા ને શેર આફગાનને તથા તેના નફરોને ઘેરી લીધા, ને તેઓના ઉપર બંદુકની ગોળીનો તથા તીરોનો વરસાદ વરસાવ્યો. તે કારણથી તેના બંને નફરો પડ્યા, શેર આફગાનનો ઘોડો મરણ પામ્યો ને તે પોતે પણ ઉપરથી નીચે પડ્યો ને હાથમાંથી તરવાર પડી ગઈ. તેવા સઘળા શીરબંદીના લોક તેના ઉપર તૂટી પડ્યા ને તેના કડકા કડકા કરી નાંખ્યા. આ પ્રમાણે શેર આફગાન માર્યો ગયો. તેની એારત તથા તેને થયેલી છોકરીને સાલીમ ઊર્ફજહાંગીર બાદશાહના દરબારમાં લઇ ગયા. ત્યાં ગમીના દિવસ પૂરા થયા પછી જહાંગીર બાદશાહે તેની સાથે મોટા દબદબાથી શાદી કરી, ને રાજનો સઘળો કારભાર તેના હાથમાં આપ્યો. તેનું કેટલાક દિવસ નૂરમહાલ એવું નામ રાખ્યું હતું. બાદ નૂરજહાંન એવું નામ આપ્યું હતું ને તેના બાપ ખાજે ધૈયાસને દિવાનગીરી આપી તથા તેના સગાવાલાઓને મોટે રોજગારે વળગાડ્યા. તે ખાજે ધૈયાસ મરણ પામ્યા પછી તેના નામની ઉપર લખેલી દરગાહ બાંધી છે.

આ પ્રમાણે મુસાફરે ઘાશીરામ કોટવાલને વાત કહી, ને તેના દફતરમાં કાગળો હતા તે છોડી તેમાંથી તાજમહેલ તથા યેત્માદુદ્દવલાની દરગાહનો રંગીન નકસો હતો તે ઘાશીરામને બતાવ્યો. તે જોઈ તેણે કહ્યું કે આવી ઇમારત પેશવાના રાજમાં છે ? વાનવાડીમાં માહાદજી શીંદેની છત્રી કાંઈ નાહાની છે? તેવીજ શનિવારના વાડામાં મોરોબા ફર્દનવિશનો વાડો તથા નાનાસાહેબના વાડાની જગાઓ કેટલી ઉત્કૃષ્ટ છે ? તમે જુઓ તો તમોને મોટો આનંદ થાય. મુસાફર જાતનો મોગલ દેહેશત વિનાનો હતો, તેણે જવાબ દીધો કે “તે સઘળું મારા જોવામાં આવેલું છે, તેમાં શીંદિયાની છત્રી તો આગ્રાના પાયખાનાની ઈમારત જેટલી શોભાવાન નથી, ને શનિવારનો વાડા તથા ફર્દનવિસનો વાડો તો ઘોડાના તબેલા તથા રસોઈ ખાનાને લાયક પણ નથી.”

આ મુજબનું બોલવું સાંભળીને કોટવાલને ગુસ્સો આવ્યાથી તે મુસાફરને કાંઈ અપશબ્દ કહ્યા, તે ઉપરથી મુસાફરે જમૈયો કાઢી આંગ ઉપર