પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫
ઘાશીરામ કોટવાલ.

હુમલો કરી ઘાશીરામની ગરદન પકડી, ને પેટમાં જમૈયો મારે છે, એટલામાં પાસેના લોકોએ મુસાફરનો હાથ પકડી લીધો. કોટવાલ તે વખત ગગળી ગયો ને ધોતીઉં છુટી ગયું ને નરમ થઈ ગયો; “પગે લાગું છું, અમીર સાહેબ ! પગે લાગું છું ! જીવતદાન આપો ! જીવતદાન આપો !” આ પ્રમાણે આરડવા લાગ્યો. એટલામાં મુસાફરને બીજા લોકોએ કેદ કરી તેના હાથ પગ બાંધી લીધા બાદ ઘાશીરામ સાવધ થઇને, એ ગુલામને ચાવડીપર લઈ જાઓ, એવું બોલી સીપાઇઓને હુકમ કર્યો. બાદ તે કામ ઈનસાફ થવા સારુ રામશાસ્ત્રી પ્રજુણે ન્યાયાધીશના કામ ઉપર હતા તેની પાસે ગયું. તેએાએ બેઉની હકીકત સાંભળી ઘાશીરામને ઠરાવ સંભળાવ્યો. તે નીચે પ્રમાણે:-

કોટવાલ સાહેબ ! આ મુસાફર આપણા પુના શહેરનો રહેનાર નથી. આફગાનનો રહેનાર છે. તેના હાથથી તમારો જીવ બચ્યો એ તમારું મોટું નસીબ સમજવું. અગર જો તેણે તમારો જાન લીધો હોત તો તેને અમારાથી સજા થઈ શકત નહીં. ઝાઝું તારે મુસાફરે શહેરમાં રહેવું નહીં એટલું કહ્યું.

એ સાંભળી મુસાફર ઘણો ખુશ થયો, ને મને બાંધ્યા પછી “ગુલામ” એવી કોટવાલે ગાળ દીધી. તેને બદલે હું વેર લીધા વગર રહેનાર નથી એવું બોલ્યો. તે ઉપરથી રામશાસ્ત્રીએ કહ્યું કે જે ખરા શુરા છે તેણે પોતાના બરાબરીના શત્રુ સાથે જ લડવું જોઇએ; તેમાં તેનું ભૂષણ છે; આડવેર કરવામાં ઠીક નથી. વાસ્તે એવા કારણસર શાંત રહેવું, એ સારી વાત છે. એ વાત સાંભળી મુસાફરને, આ કોઇ ઘણો સમજુ છે એવું ખુલ્લું માલુમ પડવાથી હવે મેં આપની શિખામણ કબુલ રાખી, એવું કહીને તથા તેને તાજીમથી સલામ કરીને ચાલ્યો ગયો. તે વખત ઘાશીરામને કેટલું માઠું લાગ્યું હશે તેનો વિચાર અકલમંદ આદમીએ કરવો.



વાત ૧૧.

એક વોહોરો મણિયારની ચીજો તથા કેટલીક ચોપડીઓ વગેરે સામાન એક ટોપલામાં ભરી વેચવા સારુ ફરતો હતો. તેને કોટવાલે ચાવડી ઉપર જતાં રસ્તામાં દીઠાથી બોલાવીને તેનો સામાન જોવા માંડ્યો. તે વખત વેાહોરાએ એક ચો૫ડી ઉઘાડી કોટવાલને કહ્યું.

વો૦— કોટવાલ સાહેબ ! આ કિતાબ આપે રાખી મૂકવા લાયકની છે.