પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
ઘાશીરામ કોટવાલ.


ઘા૦— કઇ કિતાબ છે ને તેની કીમત શું છે?

વો૦— અંગ્રેજી ભાષાની કિતાબ છે, એમાં પૃથ્વી ઉપરના સઘળા ચમત્કારોની બાબત છે. એની સો રૂપીઆ કીમત છે.

ઘા૦— (સીપાઇને હાંક મારીને) અરે નાયક ! આપણા ફિરંગી લખનાર સેાજા કિરસ્તાનને બોલાવો. (સેાજા સીનોર આવ્યા પછી તેને) અરે આ ગ્રંથમાં શું છે તે જુવો.

સેાજા સી૦— (ચોપડીનાં પાનાં ઉલટપાલટ કરીને) એમાં મોટી ચમત્કારી કામો છે. તેમાં પહેલાં પ્રકરણમાં ઉંઘમાંને ઉંઘમાં ઉઠીને ફરવાની ટેવ કેટલાંક માણસોને હોય છે તે વિષેની વાત લખેલી છે. એક વાત એવી છે કે કોઇ માણસ ઉંઘમાં હોય, ને તેની પાછળ બળદ લાગેલો હોય, એવું તેને સપનામાં માલુમ પડે, તેવોજ બીછાનામાંથી ઉઠીને ઘડમાંચીપર ચડી જાય અથવા નાહાસી જાય. એક એારત ઉંઘમાં બિછાનામાંથી ઉઠીને ઘરની બહાર જતી. તે વખત તેને કોઇ કાંઇ વાત પૂછે, તો તે હુશિયારીમાં હોય ને જવાબ આપે, તે પ્રમાણે સવાલનો જવાબ આપતી હતી. તેના આંગમાં ટાંચણી અથવા બીજું કાંઇ ઘોંચવાથી તેને માલુમ પડતું નહીં. એક છોકરો જંગલમાં ફરતો હતો તેણે ગામની નજદીક ડુંગર પાસે એક ચલિયાંનો માળો જોયો. તે પોતાને હાથ આવે એવી ઇચ્છા થઇ; પણ ડુંગર ઉપર ચહડવાનું મુશ્કેલ ને એટલું ઉચું હતું કે ત્યાં હાથ તો રહ્યા પણ લાકડી સૂધાં પહોંચતી ન હતી. તે ઉપરથી તેણે કેટલીક વખત સૂધી પ્રયત્ન કર્યો ને પછી ઘેર આવ્યો; પણ તેના મન માંથી ચલિયાંના માળાની વાત ગઇ નહીં, કેટલીક વાર પછી ઉંધ આવી. બાદ ઉંઘતો બિછાનામાંથી ઉઠી અંધારામાં જંગલમાં ગયો ને દિવસની વખતે ચળિયાંનો માળો જોયલો હતો તે લૈ આવ્યો, ને પોતાના ખાટલા તળે મૂક્યો, ને પાછો ઉંઘી ગયો. સવારે ઉઠીને જોયું તો ચલિયાંનો માળો, ખાટલા નીચે માલુમ પડ્યો; પણ પોતે જંગલમાં ક્યારે ગયો, અને અવઘડની જગોએ ડુંગર ઉપર ચહડીને ચલિયાંનો માળો શી રીતે કહાડી લાવ્યો તેની તેને કાંઇ યાદ રહેલી નહીં. એક સખસ રાત્રે સમુદ્રની ખાડી મધ્યે પાણીમાં રમતો હતો; તે જોઇને બંદર ઉપરના લોકોએ ત્યાં હોડી લઇ જઇને તેને પકડી લીધો. તે વખત “પથારીમાંથી કેમ ખેંચોછ? કેમ ખેંચોછ ?” એવું તે માણસ બોલવા લાગ્યો. તેવારે તે કિનારાથી આસરે ર૦૦ હાથ દુર પાણીમાં ગયલો હતો. ત્યારે તું ડૂબશે, એવું હોડીવાળાએ કહ્યું, પણ તેણે કાંઇ માન્યું નહીં. આખર તેઓ તેને જબરદસ્તીથી