પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭
ઘાશીરામ કોટવાલ.

હોડીમાં લઇ કાંઠા ઉપર લાવ્યા બાદ તેના ઘરનો તેએાએ શેાધ કર્યો, તે ઉપરથી એવું માલુમ પડ્યું કે તે માણસ બે પહોર રાત હતી ત્યારનો, પોતાના ઘરમાંથી નિકળીને, અવઘડ તથા ભયંકર રસ્તેથી એક કોશ સૂધી ચાલીને ગયેા હતો, ને હોડીવાળાએ તેને જે ખાડીના પાણીમાંથી કહાડ્યો, તે જગાએ તે આશરે પોણો કોશ તરીને આવ્યો હતો. પૃથ્વીમાં ગંધક છે તથા કેટલાક પર્વતોમાં પણ ગંધક હોય છે. તેણે કરીને ઘણે ઠેકાણે પાણી ગરમ હોય છે, તથા કેટલેક ઠેકાણે તેના મોટા કુંડ તળાવો નહાવા સારુ બાંધેલા છે. એવી જાતના એક કુંડ ઉપર એક માણસ નહાતો હતો. તેવામાં તેને ઉંઘ આવ્યાથી તે પાણી ઉપર ઉંધો પડ્યો, ને અઢી ઘડી સુધી, બેભાન રહ્યો હતો. એક વિદ્યાર્થી વૈદ્યકશાસ્ત્ર શિખતો હતો પણ તે ઉંઘતો હોય તે વખત તેને તે શાસ્ત્રની વાત પૂછે તો તેનો જવાબ બરાબર દેતો હતો. બીજો એક વિદ્યાર્થી ખ્રીસ્તી ધર્મની ચોપડી શિખતો હતો, પણ તે રાતમાં ઉઠી પોતાનું દિવસે શિખવા માંડેલું કામ ઉંઘમાં પૂરું કરી પાછો બિછાનામાં સૂઇ જતો હતો, ને સવારે ઉઠ્યા પછી સાંજરે કરી મૂકેલાં કામ કરતાં જાસ્તી કામ થયું છે, તે જોઇને તે શી તરેહ ને ક્યારે થયું તે સારુ તે પોતે જ વિસ્મિત થતો. એક ઝવેરી પૈસાનો લાલચુ હતો. તે દિવસે ધંધો કરીને જે પૈસા મેળવતો, તે એક મજબૂત પેટીમાં ઘાલીને તેને મોટું તાળું મારીને તેની કુંચી પોતાની પાસે રાખતો હતો. તે પેટીમાં જે શીલીક એકઠી થતી, તે રાતમાં ઉઘતો ઉઠીને પેટી ઉઘાડી તેમાંથી પૈસા કહાડીને પોતાની એારડીમાં એક ભંડારિયું હતું તેમાં સંતાડીને મૂકતો હતેા. બીજે દહાડે ઉઠીને શીલીક શી રીતે કમી થઇ તે જોઇને મોટું આશ્ચર્ય પામતો હતો. એ કોઇ ચોરી લઈ ગયું, એવું તેના મનમાં આવતું, ત્યારે તેનાં ઘરમાં પોતે તથા પોતાની છોકરી શિવાય બીજું કોઇ ન હતું અને એમ થતાં થતાં પેટીમાંની શીલીક ખૂટી ગઈ. ત્યાર પછી તેની પાસે કાંઈ જરૂરી કામ તૈયાર કરવાનો વખત આવ્યો, તેથી તેણે એક ઉમેદવાર મદદ કરવા સારુ રાખ્યો. પછી ઘણી શીલીક કમી થવાનું કામ જારી જ હતું. આખિર એક દિવસ જોયું તો પેટીમાં એક દમડી અથવા ફુટી બદામ પણ રહી નહીં. તે ઉપરથી પોતાની છોકરી તથા ઉમેદવાર એ બેએ મળીને ચોરી કરી, એવું પક્કી રીતે તેના મનમાં આવ્યું. તે ઉપરથી છોકરી તથા ઉમેદવાર ઉપર ઘણો ગુસ્સે થઈ બોલ્યો કે આજ સુધી તમે એ થોડી થોડી ચોરી કરવા માંડી હતી; પણ હમણા તો મારું સર્વસ્વ તમે લૂટવા માંડ્યું, તે મારાથી સહન