પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
ઘાશીરામ કોટવાલ.

મૂકી છાંડો. હું સવારના પહોરમાં આવીને લઈ જઈશ. હું આપનો ઉપકાર ભુલનાર નથી. એ વાત કોઇને કહો તો તમને પરમેશ્વરના પગનાં સોગન છે. હું હવે મારે ઘેર અંગ્રેજ સરકારના લશ્કરમાં જાઉં છું, એવું કહીને તે ઘેર ગયો. બે પહોર રાત ગયા પછી ઘાશીરામ હમેશના દસ્તુર પ્રમાણે રાંડને ઘેર આવ્યો. તેણે બધું કામ છોડી દઈને પ્રથમ વોહોરાએ દારુની પેટી આપેલી ઘરમાં છૂપાવી રાખેલી, તેની હકીકત તમામ તેને કહી. તે ઉપરથી કોટવાલે પેટી તપાસી જોઈ; તે તેના ઉપર જે માણસ પાસેથી અંગ્રેજી ચોપડી લીધી હતી તેનું જ નામ છે એવું માલુમ પડ્યું. તે ઉપરથી “ખુબ હાથ આવ્યો છે તેની હવે ખોડ ભૂલાવું છું” એવું બોલીને તે પેટી તેણે પહેરામાં રખાવી. સવારનો પહેાર થતાં જ પેટી લઈને રેસિડેંટ સાહેબ પાસે જાતે ગયો ને અંગ્રેજ સરકારના લશ્કરમાંથી અમુક વોહરો આ અંગ્રેજી દારૂની પેટી ચોરીને શહેરમાં લાવ્યો હતો. તે માણસ ઘણો લબાડ છે; એવો અમને અનુભવ છે. એ વોહોરાએ જ હમારા ચાળીસ રૂપીઆ લઈને નાહાની ચોપડી વેચાતી આપી છે; તે રૂપીઆ આપીને હમારા કારભારીએ તેની પાસેથી રસીદ લખાવી લીધી છે; તે છતાં પણ અમારી તથા અમારા તાબાના લોકોની ખોટી નાલસ બધે કરતો ફરે છે. આટલું બોલવું થવા ઉપરથી રેસિડેંટ સાહેબે સીપાઈને બોલાવી વોહોરાને તેડવા મોકલ્યો, ને તે આવ્યા પછી ઘાશીરામની રૂબરુ આ પેટી કોની છે ? એવું તેને પૂછ્યું. તે વારે તે બેાલ્યો; મારી છે. તે કોટવાલ સાહેબની રાખને ઘેર કાલ સાંજરે મેં મૂકી હતી એવો તેણે જવાબ દીધો. ત્યારબાદ રેસિડેંટ સાહેબે પાતે હથેાડો લાવી પેટી ખોલી ને તેમાંથી થેલી બહાર કહાડી ઉખેડી તો તે થેલીમાંથી રેત નિકળી. તે જોઈને રેસિડેંટ સાહેબ તથા કોટવાલ બંને ઘણું શરમાઈ ગયા. પછી રેસિડેંટ સાહેબે આ તરકટ કરવાનું શું કારણ છે ? એવું વોહોરાને પૂછ્યું. તે વખત વોહોરાએ છીપી શીક્કાના રૂપીઆ બાવીશ રેસિડેંટ સાહેબની રૂબરૂ મૂકી, એક સો સીકાઈ રૂપીઆની ચોપડી કોટવાલે ઠરાવેલી હતી ને અંતે મારા હાથમાં છીપી રૂપીઆ ૨૨) આપ્યા છે. તેમાં પાંચ રૂપીઆ કેવળ ત્રાંબાના, તથા દસ શુલાખી તથા સાત સારા છે. હું સાહેબને બંગલે ફરીઆદ આવીશ, તેથી કરીને સાહેબના બંગલા ઉપરના લોકોને લાંચ આપી મારું સાહેબ પાસે આવવું થાય નહીં એવો બંદોબસ્ત કોટવાલે કરેલો છે. તે કારણથી આજ છ મહીના થયા હું રોજગાર છોડીને ફરુંછું; પણ મારી દાદ કોઈ જગે લાગી નહીં. સબબ સાહેબ પાસે આવવા સારુ આ યુક્તિ કરી છે