પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
ઘાશીરામ કોટવાલ.

સામા ગયા હતાં તેમાં એક માણસ મેનાને હાથ પર બેસાડી ગયો હતો. તેની નજદીક બાદશાહની સ્વારી આવતાં જ મેના પેાતાની પાંખ ફફડાવી બોલી; “ફતેહ પામેલા બાદશાહ સીઝરને ઈશ્વર સલામત રાખો ?” એ સાંભળી બાદશાહ ઘણો ખુશ થયો, ને તે માણસને ઘણા પૈસા આપી તેની પાસેથી તે મેના લીધી. બાદ મેનાના માલીકે બક્ષીસમાંથી પોતાના સોબતીને ભાગ આપવો ઠરાવ્યો હતો, તે આપ્યો નહીં. તે ઉપરથી તે સોબતીને ગુસ્સો લાગ્યો, ને એનો બદલો લેવો, એવો નિશ્ચય કર્યો. બાદ જેને બક્ષીસ મળી હતી તેના મનમાં કાંઈ ખરો ઇરાદો સરકારને નજર કરવાનો નહોતો; માત્ર પેટ ભરવાના કારણ સારુ એક જ પક્ષીને ફક્ત રાજસ્તુતિના શબ્દ શિખવી મૂક્યા હતા; પણ બીજા પક્ષીને તેણે વિપરીત શબ્દ શિખવેલા છે, એવું બતાવવા સારુ બીજી મેના તે સોબતી સીઝર બાદશાહની રુબરુ લઈ ગયો. સરકારે જેને ઇનામ આપ્યું હતું. તે માણસે બીજી એક મેના તૈઆર કરીને મોકલી છે, તે જુએા; એટલું તે બેાલ્યો એટલે બીજી મેનાએ કહ્યું કે “ફતેહ પામેલા માર્ક આન્તોનીને ઈશ્વર સલામત રાખો.” એ સાંભળી સીઝર બાદશાહ અકલમંદ હતો તે હસ્યો; ને પ્રથમ આપેલા ઇનામમાંથી બંને જણને અરધો અરધ વહેંચી આપો એવો તેણે હુકમ કીધો.

એક ચમાર ઘણો દરિદ્રી થઈ ગયો હતો. તેણે ઇનામ મેળવવાની આશાથી એક પક્ષી લાવીને તેને શિખવવાની મહેનત કરી; પરંતુ તે જલદી બોલતાં શિખ્યું નહીં. તે જોઇને નિરાશ થઇને પક્ષી પાસે વારંવાર જઇને કહેવા લાગ્યો “ઠીક, ત્યારે મહારી મહેનત વ્યર્થ ગઈ?” બાદ મહેનત કરીને તે પક્ષીને સીઝર બાદશાહ પાસે લઈ ગયો. તે વખત “બાદશાહને ઈશ્વર સલામત રાખો.” એવા શબ્દ સાફ રીતે તે પક્ષી બોલ્યો. તે ઉપરથી બાદશાહે કહ્યું કે, તારા સરખા ખુશામતીઆ મારે ત્યાં ઘણા છે. તે ઉપરથી તે પક્ષીએ “ઠીક, ત્યારે મારી મહેનત વ્યર્થ ગઈ?” એવા શિખવનારના બોલેલા બોલ સાંભળેલા કહ્યા. એ વાજબી જવાબ સાંભળીને, શિખવનારની ઉમેદ કરતાં વધારે કીમત આપી બાદશાહે તે પક્ષી વેચાતું લીધું.

એક સોદાગર પોપટને “એમાં શું શક ?” એવા શબ્દ શિખવીને બજારમાં વેચવા ગયો. ત્યાં એક ગૃહસ્થે આવી તેની કીમત પૂછી. ત્યારે સોદાગરે કહ્યું: “એની કીમત પાંચ મોહોર છે.” ત્યારે તે ગૃહસ્થ બોલ્યો કે, “પોપટની એટલી યોગ્યતા છે કે શું?” તે વારે સોદાગરે જવાબ દીધો કે, "પોપટને પૂછવાથી માલુમ પડશે.” તે ઉપરથી પેલા ગૃહસ્થે પૂછ્યું “કેમ રે પોપટ, તારી યોગ્યતા પાંચ મોહોરની છે?" એટલે "એમાં શું શક?"