પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧
ઘાશીરામ કોટવાલ.

ઉડાવાવ્યું. ત્યાર બાદ હાથીએ શુંડથી એક મોટો ગોળ પથ્થર ઉંચકીને પોતાની પીઠ ઉપર મૂક્યો, ને બે પગે ઉભો રહ્યો. આ પ્રમાણે જોઈને ટામસે કહ્યું કે જનાવરના ખેલો વિષે આ કરતાં વધારે ચમત્કારિક વાતો અમારા જાણવામાં છે. તે ઉપરથી કોટવાલે કહ્યું કે, કેવી તરેહની શી શી વાતો છે તે કહો.

ટા૦— પ્રાચીનકાળમાં રોમન લોકો નાટકશાળામાં હાથીનો તમાશો કરતા હતા. તેમાં પાવાના નાદ તથા તાલ ઉપર હાથી ચાલતા હતા. એક વખત બાર હાથી તૈયાર કરીને નાટકશાળામાં લાવ્યા હતા. તે સુર ઉપરથી ગોળમટોળ ફરતા હતા, ને જૂદાં જૂદાં ટોળાં થઈને પગથી ફુલ ઉરાડી દેતા હતા, ને નાચી રહ્યા પછી પોત પોતાની જગા ઉપર ઉભા રહીને ગાણું થાય તેની તાલ પગથી મેળવતા હતા: બાર હાથીના બાર પલંગ તૈઆર કર્યા હતા, મેજ ઉપર ખાવાનું મૂક્યું હતું, અને છએ હાથણીના જનાની પોશાક, ને છએ ફક્ત મરદાની પોશાક પહેરીને ઈસારો થતાં જ પલંગ ઉપર જઈ સુઈ જતાં હતાં. બાદ ઈસારો થવાની સાથેજ પોત પોતાની શૂંડ કહાડીને મેજ ઉપરથી ખાણું ખાતા હતા ને ન વેરતાં થોડું ખાઈને દારૂના પ્યાલા તેને આપતા તે અદબસર લઈને પીતા હતા.

ઘાશીરામ— અમારો હાથી દડી ઉછાળીને પાછી ઝીલી લે છે.

માલીટ— જર્માનિકસ નામનો એક રોમનો સરદાર હતો, તે તમાશો કરાવતો હતો. તેમાં હાથી બરછી ઉછાળીને પાછી પડતાં શુંડથી ઝીલી લેતો, અને એક બીજા સાથે પટો રમીને નાચ કરતા. તેઓ દોરડા ઉપર નાચતા હતા. બે દોરડાં સામસામાં બાંધતા હતા, ને તે ઉપર ચાર હાથી ચહડીને, એક પાલણામાં પાંચમો હાથી દરદી હોય એ માફક સુતો, તે પાળણું શુંડથી ઉંચકીને તે સુધાં દોરડા ઉપર ચાલતા હતા. તે હાથીઓ ફક્ત સીધાજ ચાલ્યા જતા એટલુંજ નહીં; પણ પાછે પગે તાલ દેતા દેતા પાછા આવતા હતા.

ટામસ— અમારા વિલાયતમાં થોડા કાળ ઉપર નાટકશાળામાં એક હાથણી લાવ્યા હતા. તે દમામથી સજ થઈને આવી અને હાથનો ઈસારો થતાંજ ઘુંટણીએ પડીને બેઠી અને રાજાનો વેશ આવ્યો હતો. તેનાં માથામાં તેણે રાજમુકુટ પહેરાવ્યો.

ઘા૦— અમારા ગ્રંથમાં કથા છે, તેમાં જે વખત જાનકીનો સ્વયંવર થયો. તે રાવણ પગનાં અાંગળાંથી ધનુષ્ય ઉંચકતાં પડી ગયા. તે વખત સીતા હાથી ઉપર બેઠી હતી ને તે હાથીની શુંડમાં માળા આપી હતી.