પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯
ઘાશીરામ કોટવાલ.

ફોડશે; તું તેને કરડશે. બાદ ઈવને કહ્યું કે તું જણતી વખત કષ્ટ પામશે, ને તારા ઉપર તારા ધણીનો હુકમ ચાલશે. પછી આદમને કહ્યું કે, તારા કારણથી જમીનને શાપ છે તે એ કે, મહેનત કર્યા વગર તેમાંથી તને ખાવા મળનાર નથી, અને તું માટીમાંથી નિકળ્યો છે તેવો માટીમાં જશે. ત્યાર પછી આદમે પોતાની એારતનું નામ હવ્યા રાખ્યું. તેએાથી મનુષ્યની ઉત્પત્તિ થઈ છે. એવી રીતની હકીકત અમારા શાસ્ત્રમાં છે. સૃષ્ટિની ઉત્પત્તિ અમારા ઇસ્વી સન પહેલાં પાંચ હજાર વર્ષ થઈ છે.

ઘા૦— (કાજી તરફ જોઇને ) તમારા શાસ્ત્રમાં શી હકીકત છે ?

કાજી— અમારું ધર્મ પુસ્તક કુરાન છે. તેને કલમેશરીફ એટલે અતિ ઉત્તમ વચન તથા કલામુલા એટલે ઈશ્વરી વચન એમ કહે છે. તેમાંનો મજકુર અમારા પેગંબર મહમદ થયા તેને પરમેશ્વરે પોતાની મુબારક જુબાનથી કહ્યો. તે કુરાનમાં અમારો સઘળો આચાર વિચાર લખેલ છે. તસ્મુલ નામનો આરબી ભાષામાં અમારો ગ્રંથ છે. તેમાં સૃષ્ટિની પેદાશ વિષે એવું લખેલું છે કે પ્રથમ કાંઇજ હતું નહીં. પરમેશ્વરે પ્રથમ મહમદ મુસ્તેફાનું નુર એટલે તેજ પેદા કીધું તે તેજે બાર વર્ષ સુધી પરમેશ્વરની પ્રાર્થના કરી. બાદ તે તેજના પરમેશ્વરે ચાર ભાગ કીધા-૧ આનંદભુવન, ૨ કલમ, ૩ સ્વર્ગ, ને ૪ આત્મા. બાદ તે ચાર ભાગમાંથી બીજા ચાર ભાગ કર્યા. તેમાં પહેલામાંથી મહમદ થયા; બીજામાંથી બુદ્ધિ થઈ ત્રીજામાંથી લજ્જા ઉત્પન્ન થઇ ને ચોથામાંથી પ્રીતિ નિકળી. ત્યાર પછી કલમને આનંદભુવન ઉપર લખવાનો હુકમ થયો. તે ઉપરથી “લા ઈલ્લા ઈલલ્લાહ” એ પ્રમાણે કલમે ચારસો વર્ષ સુધી લખ્યું. બાદ “મહમદ રસુલુલ્લાહ” એમ લખવાનો હુકમ થયો. તે વખત “લા ઇલા ઇલલ્લાહ મહમદ રસુલ ઈલ્લાહ” એ રીતે લખ્યું. તેને અર્થ એ છે કે, પરમેશ્વર શિવાય બીજું કોઈ પૂજ્ય નથી, ને મહમદ એ પરમેશ્વરનો પેગંબર છે. તે પ્રમાણે લખતાં જ કલમની જુબાન ચીરાઇ ગઇ. તેથી કરીને હમણા પણ કલમને ચીર પાડ્યા વગર અક્ષર નીકળતો નથી. એ પ્રમાણે કલમની જુબાન ચીરાયા પછી આનંદ ભુવન ઉપર ૧૮૦૦૦ બુરુજ ઉત્પન્ન થયા ને દરેક બુરજને ૧૮૦૦૦ થાંભલા ઉભા થયા; તે દરેક થાંભલાને ૧૮૦૦૦ કંગેારા થયા; તે દરેક કંગોરેથી બીજે કંગોરે જવાને ૭૦૦ વર્ષ લાગે છે. દરેક કંગોરે ૧૮૦૦૦ કંદીલ કોરેલાં છે. તે એક એક કંદીલ એટલું મોટું છે કે, તેમાં આપણી પૃથ્વી સાત તબકની તથા આનંદભુવન તેમાંના સઘળા પદાર્થ સુદ્ધાં રહેલી છે. તે પણ જેમ જંગલમાં એક વીંટી પડી હોય તે પ્રમાણે રહેલા છે. આ પ્રમાણે