પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
ઘાશીરામ કોટવાલ.

દિવસ આનંદભુવન ઉંચકનારા દૂતો થયા. સોમવારે સાત આસમાન થયાં. મંગળવારે સાત તબકની પૃથ્વી થઇ. બુધવારે અંધકાર ઉત્પન્ન થયું. ગુરુવારે જમીન ઉપરની સઘળી ઉત્પત્તિ થઇ. શુક્રવારે સૂર્ય, ચંદ્ર અને તારા થયા ને તેએા ગતિમાન થયા. શનિવારે પરમેશ્વર નિરાંત કરી બેઠા. બાદ સ્વર્ગમાંના ચાર દૂતોને પૃથ્વી ઉપરથી એક મુઠ્ઠી ભરીને માટી લાવવાનું કહ્યું. તે ત્રણ જણ લાવ્યા નહીં. ચોથો માટીને પહેલા આસમાનમાં લાવ્યો. ત્યાં વરસાદ થયો, તેથી તે માટી બે વર્ષે નરમ થઇ. તેની ગાર બની. ચોથે વર્ષે તે માટીનો લાંબો આકાર થયો. બાદ છઠ્ઠે વર્ષ ફૂલી ગઇ. આઠમે વર્ષ તેનું પુતળું થયું. તે આદમ થયો. ત્યાર બાદ ચાળીસ દિવસે તે પુતળાને ઈંદ્રિયો થઇ. બાદ નાકમાંથી પ્રાણાત્મા પુતળામાં પેઠો, તેવી તેણે આંખો ઉઘાડી. બાદ તેને માંસ, ચામડું, હાડકાં તથા ત્વચા થયાં. તે વખત પહેલા આસમાન ઉપરના સઘળા દૂતો તેને પગે લાગ્યા. એક અજાજીલ કરીને દૂત હતો તે ફક્ત પગે લાગ્યો નહીં. તે ઉપરથી પરમેશ્વરે તે દૂતને સેતાન બનાવ્યો. ત્યારબાદ આદમને છઠ્ઠા આસમાનમાં લઇ ગયા. ત્યાં પેાતાની યોનિને કોઇ બીજાએ જોઇ નહીં, તેથી તેને સારું લાગ્યું નહીં. તે વખત તેને ઉઘાડી દીધો, ને એક દૂતની પાસે તેની ડાબી કુખમાંથી પાંસળી કહડાવી; તેની હવ્યા બનાવી. બાદ આદમને જાગૃત કર્યો. તેની સાથે હવ્યાનું લગ્ન કરીને બંને જણને સ્વર્ગભુવનમાં રાખ્યાં, અને સઘળા પદાર્થ ખાવા; પણ ઘઉંના ઝાડ પાસે જવું નહીં ને તેના દાણા ખાવા નહીં, એવી તેઓને આજ્ઞા કરી. ત્યાર પછી સેતાન મેારની મદદથી સ્વર્ગમાં જઇને સાપના મોહમાં પેઠો. બાદ તે સાપની શિખવણીથી હવ્યાએ ઘઉંના ત્રણ દાણા લીધા. તેમાંનો એક દાણો પોતે ખાધો, ને બાકીના બે દાણા આદમને આપવા લાગી, તે તેણે લીધા નહીં. ત્યારે તેને એક દારુનો પ્યાલો પાયો. તે બેશુદ્ધ થયા પછી ઘઉંના બે દાણા મોહોમાં ઘા૯યા. તે આદમના ગળામાં ઉતર્યા ન ઉતર્યા તેટલામાં તેના માથા ઉપરનો મુગટ નીચે પડ્યો ને તે પણ સિંહાસન ઉપરથી પડી ગયો ને બંને નાગા થઇ ગયાં. તે વખતે બંને જણાંએ અંજીરના ઝાડ પાસે જઇને તેનાં પતરાં લઇને તે થકી પોતાનાં શરીર ઢાંક્યા. તે ઉપરથી ઈશ્વરે તે ઝાડને આશીર્વાદ દીધો. બાદ બંને જણ ઘેલાં થયા, વાસ્તે તમે વેર ભાવે રહેશો, એવો તેઓને શાપ દીધો; અને મોર, સાપ તથ સેતાનને પૃથ્વી ઉપર વસવાનું ફરમાવ્યું; અને આદમને સિંહલદ્વીપમાં મોકલ્યો. હવ્યાને ખુરાસાન, મેરને સિસ્તાન, સાપને ઈસ્પીહાન ને સેતાનને દમાવદના પહાડ ઉપર મોકલ્યાં. સાપને