પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
ઘાશીરામ કોટવાલ.

ઉંટની પેઠે ચાર પગ હતા, તે તેની પાસેથી લઇને પેટ ઘસડીને ચાલવું ને માટી ખાવી એવો શાપ દીધો. આદમ સિંહલદ્વીપમાં ૪૦ વર્ષ, ને કોઈ કહે છે કે ત્રણસો વર્ષ સુધી ગમગીન રહ્યો. તેનાં આંસુ પડ્યાં તેમાંથી ખજુર, લવેંગ ને જાયફળ થયાં. હવ્યા પણ પેાતાની જગેાપર રડ્યા કરતી હતી. તેના આંસુથી ત્યાં મેંદી, ગળી, સુરમો અને મેાતી થયાં બાદ જબ્રાઇલ ફિરસ્તો આદમને જાત્રા કરવા સારુ લઈ ગયો. તે નિકળીને ચાલ્યા ને જે જે જગે પગ મૂક્યો, તે તે જગે ગામ વસ્યું; ને જે ઠેકાણે મુકામ કર્યો ત્યાં શહેર વસ્યું. તે સિંહલદ્વીપથી નિકળીને મક્કે ગયા; ત્યાં સુધીમાં ત્રીસ પગલાં થયાં. ત્યાંથી તેઓ એક પહાડ ઉપર હવ્યા હતી ત્યાં ગયા. તેની મુલાકાત થયા પછી જબ્રાઈલે તેના બંને હાથ ઉપર પાંચ પાંચ પાંખ હતી, તે પાંખથી આદમની પીઠ થાબડી, તેથી માણસ પેદા થયા.

દોજખ એટલે નરકલોક પેદા કર્યું, તેનું અદ્ભૂત વર્ણન કરેલું છે, તેમાંનું થોડુંક કહું છું. તે નરકલોકમાં ૧૯ દૂત ઉત્પન્ન કર્યા છે. તે એક એકની એકેકી બાજુએ, ૭૦૦૦૦ સિત્તેર હજાર હાથ છે. તે એક એક હાથને ૭૦૦૦૦ સિત્તેર હજાર પંજા છે. દરેક પંજાને ૭૦૦૦૦ આંગળાં છે. દરેક આંગળા ઉપર એક એક સાપ છે. દરેક સાપની લંબાઈ ૭૦૦૦૦ વર્ષના રસ્તા જેટલી છે ને એક એક સાપના માથા ઉપર એક એક વીંછી છે. તે જ્યારે એક ડંખ મારે છે ત્યારે ૭૦ વર્ષ સૂધી માણસ તરફડ્યા કરે છે; તે ૧૯ દૂતની ડાબી બાજુને હાથે એક એક આંગળી ઉપર એક એક અગ્નિનો થાંભલો છે. નરકલોકને સાત દરવાજા છે. તે દરેક દરવાજા ઉપર સદરહુ દૂતોમાંના એક એકને ઉભો રાખેલો છે.

ઘા૦— દસ્તુરજી–તમારા શાસ્ત્રમાં શી રીતે છે ?

દસ્તુ૨જી— અમારે પેગંબર જરતોસ્ત ઉર્ફે ઝરોસ્તર ઇરાન દેશમાં પેદા થયો. તેણે ઝદઅવસ્તા કરીને ગ્રંથ લખેલો છે. તે અમારું શાસ્ત્ર છે. તે ઉપરથી તથા બન્દેહશ નામના ગ્રંથ તથા બીજા કેટલાક ગ્રંથો છે તે ઉપરથી માલુમ પડે છે કે, પ્રથમ શુદ્ધ તેજમાંથી હોર્મજ, એટલે પરમેશ્વર થયો. તેણે એક વર્ષમાં સૃષ્ટિ છ મરતબે ઉત્પન્ન કરી. પહેલી વખત એટલે શીરુના બે મહીનામાં પરલોક ઉત્પન્ન કર્યું. બીજી મરતબે પાણી ઉત્પન્ન કર્યું. ત્રીજી મરતબે પૃથ્વી બનાવી. ચોથી વખત ઝાડ કર્યાં. પાંચમી વખત પશુ તથા જીવજંત બનાવ્યાં. છઠ્ઠી મરતબે માણસ ઉત્પન્ન કર્યાં. આ છ વખતોને અમે ગંબાર કહીએ છીયે. અમારો મુખ્ય ધર્મ એ છે કે, અગ્નિ એ પરમેશ્વરરૂપ છે ને સૂર્ય ઈશ્વરનો દૂત છે, માટે તેનું પૂજન