પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
ઘાશીરામ કોટવાલ.

હતા, તેના અનર્થનું નિવારણ થવા સારુ અમે પરમેશ્વરની પ્રાર્થના કરતા હતા. અમારા આચાર્યો અમારા ઈશ્વરને પૂજવાના દેવળમાં આખો દિવસ ઘણીવાર લગી ઘંટ વગાડવાનું ફરમાવતા હતા. બાદ ઘણાં વિદ્વાન જોશીએાએ મોટા દુરબીન તથા બીજાં અનેક યંત્રોથી આકાશમાંની તજવીજ ઘણી મહેનત લઈને કીધી. તે ઉપરથી તેઓનો તર્ક એવો પહોંચ્યો છે કે, આકાશમાં સીત્તેર લાખ કરતાં વધારે પુછડીઆ તારા છે. તેમાંથી આજ સુધીમાં જમીન ઉપરથી પાંચશે દેખાયા છે. તેમાંથી એકશે પુછડીઆ તારાનો ફરવાનો રસ્તો સમજાયો છે. તેઓ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. તેમાંના એકને ૨૦૦૦, એકને ૬૭પ, એકને ૭૮, એકને ૬૩/૪ , ને એકને ૩ વર્ષ પ્રદક્ષિણા કરતાં લાગે છે, એમ ગણિત ઉપરથી સમજાયું છે. જે પુછડીઓ, તારો ૬૭પ વર્ષૅ ઉગે છે, તે ઈસ્વી સન ૧૬૮૦ માં નજરે પડ્યો હતો. તેની ગતિ એક કલાકમાં આઠ લાખ મૈલ એટલે આપણા ચાર લાખ કોસની હતી, તેની પુછડી પ્રથમ છ કરોડ માઈલ લાંબી હતી ને ત્યાર પછી બાર કરોડ માઈલની લાંબી થઈ હતી.

ઘા૦— આવી વાતો કદી અમારા સાંભળ્યામાં આવી નથી. પુછડીઓ તારો એ એક જ ગ્રહ નહીં કે શું ?

ફ૦— એક નહીં, પુછડીઆ તારા ઘણું કરીને રોજ ઉગે છે, પરંતુ તે આપણી પૃથ્વીથી ઘણા દૂર છે તેથી દીઠામાં આવતા નથી. અમારા યુરોપખંડમાં મોટાં દુરબીનેાથી જોવામાં આવે છે, તેવા દુરબીનો જો હોય તો, કાલના પુછડીઆ તારા શિવાય બીજા અનેક તેવા તારા હું આપને આજ રાત્રે બતાવત.

ઘા૦— એવાં દુરબીનો કેટલાં લાંબાં હોય છે.

ફ૦— સર ઐસાક ન્યુટન, એ નામનો મોટો જોશી સન ૧૬૯૨ માં ઇંગ્લડ દેશમાંથી લિકનશાયર પ્રાંતમાં ગયો. તેણે દુરબીનના જેરથી અસમાનની અંદર ઘણો સારો શોધ કરીને સૂર્ય, ચંદ્ર, ગ્રહ તથા તારા વગેરેની બાબતમાં આગલા વખતના લોકોની સઘળી ભ્રાંતિ દૂર કરી. વળી ન્યુટન શિવાય બીજા અનેક વિદ્વાનોએ આ કામમાં ઘણો શ્રમ લીધો છે. દુરબીન પ્રથમ ક્યારે બન્યું છે તેનો કાંઈ પત્તો લાગ્યો નથી. સને ૧૫૯૦ પહેલાંના કોઈ ગ્રંથમાં આ યંત્રનો દાખલો હાથ લાગતો નથી. એ શાલ પછી આસરે ૩૦ વર્ષની અંદર એક દુરબીન ૧૬ તસુ લાંબી મિલ્ડબર્ગ શહેરના એક ચશ્માં કરનાર કારીગરે તૈયાર કરી. ત્યારથી નવી તથા મોટી દૂરબીનો થવા લાગી. પછી આકાશ માંહેના ચમત્કાર વિષે