પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
ઘાશીરામ કોટવાલ.


કા૦— (ગુરસામાં આવીને) આવું બેઅદબી ભરેલું ભાષણ અમારા વડીલે કર્યું હોય તો તે જ વખત તેનું માથું ફોડી નાખીએ ? તું વાંદરું કોણ રે ? તમારું માંકડાપણું હમણા જ કહાડી નાખું છું.

આટલે સુધી બોલવું થયું, ને બંને તપીને એક બીજાને અપશબ્દ બોલવા લાગ્યા; ને હાથ પકડાપકડી ઉપર આવવાનો પ્રસંગ આવ્યો; ત્યારે

કોટવાલે ઉઠીને તેઓને છોડાવ્યા ને ફરાંસીસ સાહેબને રજા આપી

--¤¤¤¤¤¤¤¤--


વાત ૧૮.

કારતક વદ ૧૦ ને દિવસે સાંજની વખતે કોટવાલ સાહેબ બહાર ફરવા સારુ નિકળ્યા હતા. તે વખતે શહેરમાં જગે જગે લોકોની ગીરદી થયેલી તેના જોવામાં આવી. રસ્તામાં ગાડાં, છકડા, ટટ્ટુઓ, તથા લોકોની ઠઠ મચી હતી. સુરઈઆ, મીઠાઈવાળા, તંબોળી, કંસારા, સોની વગેરે ઉદ્યમવાળા પોતપોતાની દુકાનો આટોપતા હતા. કોઈ આટોપી રહ્યા હતા, ને કોઈ સામાન બાંધતા હતા એવું જોયું. તે ઉપરથી કોટવાલ સાહેબે પોતાની સાથેના સવારોને પૂછ્યું કે આ શું ગડબડ ચાલે છે ? ત્યારે સ્વારે જવાબ દીધો કે કાલે શ્રી જ્ઞાનોબાની જાત્રા અાલંદ ગામમાં છે ત્યાં સઘળા લોકો જાય છે. બાદ કોટવાલ સાહેબ નાનાસાહેબના વાડામાં ગયા, ત્યાં ઘણા લોકો હતા તેમાં એકનાથબાવા દૈઠણકર હતા તેની સાથે બોલવું થયું:–

ઘા૦— કેમ પૈઠણકરબાવા ! આલંદીની જાત્રામાં આપને જવું છે કે ?

પૈઠણકરબાવા— જાત્રાની વખતે જવાનો મારે દસ્તુર નથી. વારેદાર તથા સાધુસંત વગેરે હજારો આદમી એકઠા થઈને મોટી ગીરદી કરે છે, તેથી જ્ઞાનેશ્વર મહારાજની સમાધિનાં દર્શન કરતાં ઘણી જ મહેનત પડે છે; કોઈનું માથું ફૂટે છે, કેટલાકના હાથ પગમાં વાગે છે; ને કોરડાનો માર પડે છે. તે કારણસર જાત્રાને દહાડે જવામાં શેાભા રહેતી નથી. અાડે દિવસે કદી જાઉં છું.

ઘા૦— જ્ઞાનેશ્વર અસલ કોણ ને ક્યાં હતા ને તે અલંદીમાં સમાધિસ્થ ક્યારે થયા ?

પૈ૦— ભક્તિવિજય નામે પ્રાકૃત ગ્રંથ મહિપતિબાવા તારાબાજકરે લખેલો છે, તે ઉપરથી તથા જ્ઞાનેશ્વરે કરેલી કવિતા ઉપરથી એવું માલુમ પડે છે કે, ગોદાવરીને કિનારે આપે કરીને ગામ છે; ત્યાં ગેાવિદપંત નામે એક તલાટી હતો. તેની ઓરત નીરુબાઈ નામની હતી. તેને વિઠોબા