પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
ઘાશીરામ કોટવાલ.

એવું માલુમ પડ્યું. બાદ રુકમાઈ, તેનો બાપ સીદોપંત તથા શ્રી રામાશ્રમ, એ ત્રણે કાશી ગયાં. ત્યાં વિઠોબાએ પોતાની તકસીર કબૂલ કરી. તે વખત તારી સ્ત્રીને સાથે પોતાને ગામ જઈ ગૃહસ્થાશ્રમ ચલાવ, એવી શ્રીપાદે આજ્ઞા કરી. તે પછી સીદોપંત જમાઈ તથા છોકરીને લઈને કાશીથી અળંદીમાં પાછા આવ્યા, ત્યારે બ્રાહ્મણોએ વિઠોબાની ઘણી નિંદા કરી ને તેને તથા તેની સ્ત્રીને ન્યાત બહાર મૂક્યાં. એ કારણથી તેઓ જંગલમાં જઈ ઝુપડી બાંધી રહ્યાં. તેઓને બાર વર્ષ પછી ત્રણ છોકરા ને એક છોકરી થઈ તેમાં પહેલો છોકરો નિવૃત્તિ, બીજો જ્ઞાનેશ્વર, ત્રીજો સોપાન ને ચેાથી મુક્તાબાઈ એ રીતે તેઓનાં નામ રાખ્યાં. બાદ તે છોકરાંઓ મોટાં થયાં, ત્યારે છોકરાઓને જનોઈ દેવી ને છોકરીને પરણાવવી જોઈએ, માટે બ્રાહ્મનોની સભા કરી, ને શું પ્રાયશ્ચિત્ત કરવું એવું તેઓને પૂછ્યું. તે વખત વિઠોબાએ દેહાંત પ્રાયશ્ચિત્ત કીધા શિવાય છૂટકો નથી, એવું બ્રાહ્મણો કહેવા લાગ્યા. તે સાંભળી વિઠોબાને ઘણો પરિતાપ થવાથી ત્યાંથી નિકળી તે ચાલ્યો ગયો. તેનાં ત્રણ છોકરાં તથા એક છોકરીને સભાવાળાઓએ કહ્યું કે, તમે પૈઠણ જઈને ત્યાંના બ્રાહ્મણો પાસેથી માનપત્ર લાવો. તે ઉપરથી તે ચારે ગેાદાવરીને તીરે ગયાં, ને ત્યાં બ્રાહ્મણોની સભા મેળવી. તે સભાવાળાએ તમે સંન્યાસીનાં છોકરાં છો; તેથી તમને કાંઈ પ્રાયશ્ચિત્ત નથી એવું કહ્યું. તે છોકરામાંના એકનું નામ જ્ઞાનેશવર છે, એવું માલુમ પડ્યાથી કેટલાક લોકો તેની મશ્કરી કરવા લાગ્યા. એટલામાં તે રસ્તેથી એક પખાલીનો પાડો, જેનું નામ ગ્યાન્યા હતું તે જતો હતો. તેને જોઈને આ ગ્યાના તેવો જ તે ગ્યાન્યા છે, એવું એકાદ બ્રાહ્મણે મશ્કરીથી કહ્યું. તે સાંભળીને જ્ઞાનેશ્વર બોલ્યો કે, તેમાં તથા મારામાં કાંઈ ભેદ નથી. સઘળાનો આત્મા સરખો જ છે. તે ઉપરથી તે બ્રાહ્મણ બોલ્યા કે, જ્યારે તારી વાત ખરી છે, ત્યારે એ પાડા પાસે વેદ ભણાવ. તે વખત જ્ઞાનેશ્વરે ઉઠીને તે પાડાપર હાથ મૂક્યો, ને તે પાડા પાસે ચાર વેદ ભણાવ્યા. બાદ એક બ્રાહ્મણને ત્યાં એ ચારે જણ રહ્યાં હતાં. તેને ઘેર મરણતિથિ આવવાથી તે દિવસે શ્રાદ્ધ કરવાનું હતું; તે દિવસે કોઈ બ્રાહ્મણ તેને ઘેર જમવા કબુલ થયા નહીં. તેથી તેને મોટી ફિકર થઈ, તે જોઈને જ્ઞાનેશ્વરે તે બ્રાહ્મણના પિતૃઓને પ્રત્યક્ષ બોલાવી જમાડીને પાછા મોકલ્યા. બાદ દશેરાને દિવસે ખાવા સારુ માંડા કરવાના હતા. તે કરવા સારુ કુંભારે માટલું આપ્યું નહીં, તેથી જ્ઞાનેશ્વરે પોતાના મોહોમાંની અગ્નિથી પોતાની પીઠ તપાવી, તે ઉપર મુક્તાબાઈને હાથે માંડા કરાવ્યા બાદ જ્ઞાનેશ્વર