પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯
ઘાશીરામ કોટવાલ.


રુ— કોટવાલ સાહેબ ! આપની કૃપાથી ચાર વિદ્વાન લોકો સાથે મળવું થાય છે, ને તેઓ સાથે બોલવાનો પ્રસંગ પણ આવે છે; તે માટે કાંઈ સંગ્રહ પાસે રાખવો જોઈએ.

મુ૦— અરે આપા, એટલામાં ફુલાઈ જાઓ નહીં; પ્યાલાને ને રાજાપુરની ગંગાને સંબંધ કેટલો છે, તે હું સિદ્ધ કરી આપું છું. જમીનમાં તથા દરીઆમાં તથા આકાશમાં જે ચમત્કાર થાએ છે, તે વિષેના ગ્રંથો જોવાનો મને માટે શોખ છે. તે કારણથી મેં અંગ્રેજી, ફારસી તથા હિંદુસ્થાની ભાષાના કેટલાક ગ્રંથો એકઠા કર્યા છે; તે ઉપરથી માલુમ પડે છે કે, પર્વત તથા ટેકરા વગેરેમાં પોલાણ હોય છે, ને તે પોલાણમાં પાણી ભરાઈ રહે છે. કેટલાંક પોલાણમાંથી પાણીને નિકલી જવાના કેટલાક રસ્તા હોય છે. તેમાં વાસુદેવની મૂર્તિના પેટમાંની નલીની પેઠે જે ડુંગરનાં પોલાણમાં રસ્તો હશે, તે પોલાણમાંથી અનિયમિત પાણી બહાર પડતું હશે. કારણ કે વરસાદ શાલ દરશાલ એક સરખો પડતો નથી; તે માટે જમીનની શિરાને રસ્તે પાણી જઈને તે પોલાણ ભરાવાને કમી જાસતી દિવસ લાગે છે; સબબ પોલાણમાંના પાણીને નીકળવાનો મુકરર વખત નથી.

રુ— હવે તો આ મુનશીએ છેક અનર્થ કરવા માંડ્યો ને ગમે તેમ બકવા લાગ્યો.

મુ૦— વાણી દાદા, એટલી ઉતાવલ શા માટે કરો છે ? મારું બેાલવું સઘળું સાંભળો; ને મેં મારે ઘેર મારા ચાકરને મોકલ્યો છે; તે કેટલાક યંત્ર લાવે છે તે જુવો. પછી જે બોલવું હોય તે બોલો. યુરોપખંડમાં તથા બીજે ઠેકાણે રાજાપુરની ગંગા જેવી બીજી ઘણી ગંગાઓ છે. તેને “અનિયત કાલવાહીઝરા” એમ કહે છે. આગલના વખતમાં તે ઝરાના કારણથી ઠગ લોકોએ ભોળા અને અજ્ઞાની લોક પાસેથી ઘણું દ્રવ્ય ધુતી લીધું છે. તે ઠગે કાંઈ વિદ્વાન હતા, અને કયા ગામમાં કેટલો વરસાદ બાર મહીનામાં પડ્યો, તેનો હિસાબ કરતાં આવડતો હતો. તે કારણથી “અનિયત કાળવાહીઝરા”ની આસપાસ વરસાદ કેટલો થયો, તેનું ગણિત કરીને, તે ઝરાના મૂળમાં જે પોલાણ છે, તે ભરાઈને કઈ વખતે વહેવા લાગશે, તેને નિશ્ચય તે કરતા હતા. પછી બીજા લોકોને, અમને સ્વપ્ન થયું છે કે ફલાણી ઠેકાણેનો ઝરો ફલાણે દિવસે વહેવા માંડશે, એવી બડાઈ મારતા ને તે પ્રમાણે તે ઝરો તે દિવસે વહેવા લાગતો; તેથી