પૃષ્ઠ:Gramonnati.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬ : ગ્રા મો ન્ન તિ
 


પરંતુ આપણે બધા ય ઉપવાસથી ટેવાયેલા ન હોવાથી ચોવીસ કલાકે આપણને ભૂખ તરસ લાગે એ સહજ છે. આપણે ચુકાદો આપનાર મોટા માણસો છીએ. મોટા-બુદ્ધિજન્ય કાર્ય કરનારાઓનું મુખ્ય લક્ષણ એ છે કે તેમનાથી શ્રમ થઈ શકે નહિ. એટલે આપણે હુકમ કરવાનો રહ્યો. ધનની તુલનામાં નાપસંદ કરેલા શ્રમજીવી ખોખાંને આપણે આજ્ઞા કરીએ છીએ:

‘ઘડો ભરીને પાણી લાવ.’

મજૂર સાંભળતો નથી. આપણે તેને ધમકાવીએ છીએ, એટલે એ જવાબમાં ધનના ઢગલા તરફ ગર્વભરી આંગળી કરે છે. ધનનો ઢગલો કાંઈ ખસીને પાણી લાવે એમ બનતું નથી. આપણે તેને ધમકાવીએ છીએ:

‘તું નહિ લાવે તો અમે તરસે મરવાના નથી. તું નહિ તો તારો ભાઈ, કોઈ બીજો.’

મજુર કહે છે :—

‘માફ કરો. હું શ્રમજીવીઓનો પ્રતિનિધિ છું. મારી આજ્ઞા વગર કોઈ મજૂર પાણી લાવી શકશે નહિ.’

‘અરે ન શું લાવે. આ ઢગલામાંથી ખોબો આપ્યો કે ઘડા ઉપર ઘડા. પાણીની ખોટ શી ?’ આપણે તેના ગર્વને હસી કાઢી કહીએ છીએ.

મજૂર પ્રતિનિધિ આપણને જણાવે છે : ‘એ આપે નવું તત્ત્વ દાખલ કર્યું. આજ સુધી મજૂરો વેચાયા છે. આજે તેમણે નિશ્ચય કર્યો છે કે ધનથી વેચાવું નહિ.’

ત્યારે આપણે પાણી કેવી રીતે પીવું ? મજૂર કહે છે કે ધનને આજ્ઞા કરો. ધન આપણી આજ્ઞા માનતું નથી. તે ખસી શકતું