પૃષ્ઠ:Gramonnati.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦ : ગ્રા મો ન્ન તિ
 


નિયમ, ન્યાય અને શાસનની નવીન સ્થાપનાને લઇ જૂની ગ્રામસંસ્થાઓના વક્કર ઘટી ગયા, અને ગામડું–એટલે ખરું હિંદ–નિસ્તેજ, નિર્માલ્ય, નિરુદ્યમી, નિરુત્સાહી અને નિરાશ બની ગયું.

હિદમાં સહકાર

સને ૧૮૫૭ના બળવો શમ્યાને વીસ વર્ષ પણ થયાં નહિ એટલામાં સને ૧૮૭૫માં ખેડૂતોનું એક નાનું–પણ ચોંકાવનારું છમકલું પૂના અને અહમદનગરમાં થયું. સને ૧૮૭૯માં ડેક્કન એગ્રીકલચરલ રીલીફ એક્ટ પસાર થયો. સને ૧૮૮૨–૮૩માં હિંદના હિતસ્વી સર વિલિયમ વેડરબર્ન તથા શ્રી. મહાદેવ ગોવિંદ રાનાડેએ મળી ખેડૂતો માટે એક રાજ્ય તરફની પેઢી ખોલવાની યોજના ઘડી. પણ તેને મંજૂરી ન મળી. ખેતી તથા જમીનની સુધારણા માટે તગાવી આપવાના નિયમો ઘડાયા. સને ૧૮૯રમાં પશ્ચિમની ઢબની સહકારી મંડળીઓ સ્થાપવાના વિચારો અમલદાર મંડળમાં ઘુમવા લાગ્યા. સને ૧૯૦૧માં સહકાર્યની સ્થાપનાનો વિચાર કરવા માટે સમિતિ નીમાઇ, અને સને ૧૯૦૪માં સહકારી મંડળીઓ વિષે હિંદની સરકારે કાયદો ઘડ્યો ત્યારથી આખા હિંદમાં અને દેશી રાજ્યોમાં–ખાસ કરી વડોદરા જેવાં પ્રગતિમાન ગણાતાં રાજ્યમાં – સહકારી સંસ્થાઓની સ્થાપના શરૂ થઈ અને સહકાર્યના સિદ્ધાંતે જોર પકડ્યું. સહકાર્યના નિયમો અને કાયદાઓમાં પ્રાંત પ્રાંતની પરિસ્થિતિ અનુસાર સુધારા વધારા અને ફેરફાર થયે જાય છે, અને સંખ્યાબંધ મંડળીઓ સ્થપાયે જાય છે. ખેડૂતની આર્થિક સ્થિતિ સુધારવાના સરકારના પ્રયત્નોમાંથી સહકાર્યની ચળવળનો જન્મ આમ થયો, અને આ યોજનાની ઉમર પણ આજ પાંતરીસ વર્ષની થઈ ચૂકી છે.

સહકાર્યનો વિકાસ

આ હિલચાલની શરૂઆત ખેડૂત અને ખેતીને અનુલક્ષીને કરવામાં આવી હતી, અને પ્રાથમિક ભૂમિકામાં કૃષિકારોને ધીરાણ કરવાનું કાર્ય જ