પૃષ્ઠ:Gramonnati.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુ ણુ દો ષ : ૯૫
 


કે ચૂસણવર્ગ–exploitersને વધારનારાં તત્ત્વો એમાં છે તો તે વિરુદ્ધ આપણે કાંઈ કહેવાનું છે ? હરિજનની પણ કેટલીક વ્યવસ્થિત મંડળીઓ છે, અને પરીક્ષિતલાલ સરખા આદર્શ સેવકો અને ઠક્કરબાપા સરખા મહાનુભાવો એ મંડળીઓને ટેકો આપી રહ્યા છે એ હું ભૂલતો નથી. છતાં ગરીબોને બિન–ગરીબ બનાવવાની એમાં સગવડ કેટલી રહી છે એ આપણે વિચારવા સરખું છે. ગરીબો સુધી સહકાર પહોંચ્યો નથી એ મત મારો જ નથી. રાવબહાદુર તલમાકી સરખા પીઢ સહકાર–ચાલકનો પણ એ મત છે.
નમૂના તરીકે હું એક housing society–ઘર બાંધનાર મંડળીને અનુલક્ષી ટૂંકા પ્રશ્નો પૂછું – જે પ્રશ્નો બધી યે મંડળીઓ માટે અમૂક અંશે પૂછી શકાય.
૮. આવી મંડળીનો ઉદ્દેશ શહેર અગર ગ્રામમાં જણાતી ઘરની અગવડ, સંકડાશ, અને ગીચપણું દૂર કરવાનો કે મનોરંજન માટે કુટીર બાંધવાનો ? પ્રથમ પ્રશ્નનો જવાબ હામાં આવશે જ. હવે આપણે ઊંડા ઊતરી ઉપલક પ્રશ્નો પૂછીએ. એમાં ઘરની ખરેખર સંકડાશવાળા કેટલાક સભ્યો છે ? જેમને માલિકીનું એકાદ ઘર પણ હોય એવા કેટલા સભ્યો છે ? વધારાના ઘરનો માલિક જૂના અગર નવા ઘરનું ભાડું મેળવે છે કે નહિ ? લખપતિઓને પણ એ મંડળીઓના ઓથા નીચે મહેલો બાંધવાની એમાં તક મળે છે કે નહિ ? એ તક મળતી હોય તો સહકાર્ય ગરીબોનો ઉદ્ધાર કરશે ?
૯. આટઆટલી મંડળીઓ, આટઆટલા સભ્યો, અને આટઆટલાં નાણાં હોવા છતાં સહકારે હિંદના લોહીમાં હજી ફરવા માંડ્યું નથી. સહકારની જડ જામી નથી. સરકારની માફક સહકાર પણ હજી કેમ પરદેશી લાગ્યા કરે છે ? લોકોને દોષ દેવો મિથ્યા છે. લોકો અભણ છે, અજ્ઞાન છે, વહેમી છે, નવા વિચારો ઝીલવાની