પૃષ્ઠ:Gramonnati.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુ ણ દો ષ : ૯૭
 


તેમ જણાવવામાં આપણે આપણી મર્યાદા અને ખામીઓને જોઇ શકીશું, અને એ ખામીઓ દૂર કરવાના માર્ગ પણ લઇ શકીશું.

સહકારસાધુ કોઈ
જાગ્યો નથી

પ્રત્યેક પ્રવૃત્તિને વિજય મળતાં વાર લાગે છે. સહકાર જેવી વ્યાપક પ્રવૃત્તિ ત્રીસ પાંતરીસ વર્ષમાં ભારે ચમત્કાર ન કરી બતાવે તેથી જ માત્ર નિરાશ બનવાની જરૂર નથી. અલબત્ત, સરકાર અને પ્રજા બંને જેને આવકારે છે એ હિલચાલ ફળીભૂત ન થાય એ સહજ ચોંકાવનારું તો છે જ. સરકારની આંખ હિંદના ખેડૂત કરતાં લેન્કેશાયરના મિલમાલિક તરફ વધારે ઠરે છે એ જગજાહેર બિના છે. પરંતુ સરકારનું ભૂંડું બોલવામાં કશો અર્થ નથી. આપણી –સમસ્ત હિંદવાસીઓની જેવી પાત્રતા તેવી આપણી સરકાર. છતાં સહકારને સરકાર તરફથી સારો ટેકો મળે છે એ આપણે યાદ રાખવું જોઇએ. સહકારના સેવકો પણ છે, સહકારના હિતસ્વીઓ પણ છે, સહકારના મુરબ્બીઓ પણ છે, સહકારના શૉખિનો પણ છે. સહકારને નથી મળ્યો માત્ર એક સહકારસાધુ ! એકાદ ઘેલો સ્પષ્નદૃષ્ટા, એકાદ આત્મઆહુતિ આપતો કર્મકાંડી, એકાદ ભસ્મ ચોળેલો અવધૂત, કે એકાદ અર્ધ નગ્ન ફકીર જ્યાં સુધી ન જડે ત્યાં સુધી કોઈ પણ પ્રવૃત્તિ ઉપર–છલ્લી જ રહે, એમાં પ્રાણ ન જ પૂરાય, એમાં જીવનપલટાની શક્તિ ન જ આવે. આપણને એવો સહકારસાધુ જડ્યો છે ?

વ્યવહાર

બીજી એક વાત. સહકાર્ય એ અમુક અંશે–મર્યાદિત રીતે બહુ જ અસરકારક Business method–વાણિજ્ય વહેવાર બની શકે એમ છે. પરંતુ એ method—એ પદ્ધતિ આખા જીવનવ્યવહારને વળગવા જાય ત્યારે આપણને શું એમ નથી લાગતું કે પદ્ધતિ એ સર્વગ્રાહી સિદ્ધાંત ન બની શકે ? સહકાર્ય પોતાને અનુકૂળ પડે ત્યારે વાણિજ્ય બની જાય છે, અને અનુકૂળ પડે ત્યારે નીતિ બની જાય છે. તે ઘડીકમાં ધનવાનોને