પૃષ્ઠ:Gramonnati.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગૃહઉદ્યોગનું વર્ગીકરણ : ૧૨૩
 


સાચવી રાખવાની આવડત પ્રાપ્ત થાય તો નિરર્થક જતાં અનેક ફળ પૈસો આપતાં બની જાય.

(૪) પક્ષી ઉછેર–Poultry. હસી કઢાતો મરઘાં, બતકના ઉછેરનો ઉદ્યોગ માંસાહારીઓ માટે બહુ જ મહત્ત્વનો છે અને ઇંડાંનું વેચાણ એ પણ એક ઉત્પન્નનો પ્રકાર બની જાય છે.
કૃષિ ઉપયોગી

(आ) કૃષિઉપયોગી ગૃહઉદ્યોગ–એનું વિગતવાર વર્ણન ન આપતાં માત્ર તેના પ્રકાર ગણાવી જવા એટલું જ અત્રે બસ થઈ જશે. કૃષિઉપયોગી ગૃહઉદ્યોગો નીચે પ્રમાણે હોઈ શકે:

(૧) કોસ. (૨ ) વરત. (૩) પાલાં. (૪) ટોપલા. (૫) કોઠીઓ વગેરે.
ઘરકામના ઉદ્યોગો

(इ) વળી કેટલાક ગૃહઉદ્યોગોને ઘરકામના ઉપયોગમાં આવતાં સાધનો બનાવવા માટે ખીલવી શકાય. દૃષ્ટાંત તરીકે :—

(૧) સાદડીઓ (૨) સફરા (૩) પાટીવણાટ (૪) નાડાં (૫) શેતરંજી (૬) પતરાળાં (૭) પંખા ( ૮ ) કાથી, વગેરે.

કૌટુમ્બીક સંપત્તિ
વધારનારા

( ई) કેટલાક ગૃહઉદ્યોગો કૌટુંબિક ખર્ચ બચાવવા ઉપરાંત ગ્રામજનતાને પૈસો પણ અપાવી શકે એવા છે. દૃષ્ટાંત તરીકે :—

(૧) ધાબળી (૨) શીવણકામ (૩) રમકડાંની બનાવટ (૪) બુક બાઈન્ડીંગ-પોર્ટફોફાલીઓ (૫) થેલી, દફતર,