પૃષ્ઠ:Gramonnati.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪ : ગ્રા મો ન્ન તિ
 


પાકીટ (૬) હાથવણાટ જેમાં તકલી, રેંટીયો અને શાળનો સમાવેશ થાય છે તે.

તકલી, રેંટીયો અને શાળના સંબંધમાં મહાત્મા ગાંધીએ પૂરતાં વિવેચનનો કરેલાં છે અને એ ધંધાનું મહત્ત્વ સમજાવેલું છે, એટલું તો ચોક્કસ કે હાથકંતામણ અને હાથવણાટ સરખો સર્વોપયોગી ગૃહઉદ્યોગ હજી બીજો હાથ લાગ્યો નથી. હિંદનાં પાંતરીસ કરોડ મનુષ્યો હાથકંતામણ અને હાથવણાટનાં જ કપડાં એક દસકો પહેરવાનું વ્રત લે તો હિંદના અનેક આર્થિક અને રાજકીય પ્રશ્નોનો ઉકેલ આવે એમ છે.

કલાપ્રધાન ગૃહ-
ઉદ્યોગ

(उ) કલાપ્રધાન ગૃહઉદ્યોગો-જેમાં

(૧) પડદા (૨) તોરણ (૩) આસનીઓ (૪) બરૂ અને ઘાસનાં રમકડાં (૫) ભીંત ઉપરનાં ચિત્રો (૬) ઘરલીંપણ અને આંગણાંનાં રંગોળી સાથીયા (૭) ફૂલક્યારા અને નાનામોટા બગીચા (૮) વૃક્ષારોપણ (૯) ભરતગુંથણ વગેરેનો સમાવેશ થઈ શકે છે.
ગૃહઉદ્યોગ અને હિંદનો
શ્રીમંત વર્ગ

ગૃહઉદ્યોગો શ્રીમંત તેમ જ ગરીબ બંને વર્ગને માટે જરૂરી છે. શ્રીમંતને પૈસો વધારવાની જરૂર નહિ હોય પરંતુ અંગમહેનત દ્વારા દેશનું ધન વધારવાની ધનિકની ફરજ તો છે જ. ધનઉપાર્જન આ યુગમાં તો સાહસ કે અકસ્માતના ફળ સરખું બની ગયું છે. ધનિક વર્ગ એ દેશની દૃષ્ટિએ ઉપયોગી વર્ગ મટી ગયો છે, અને ધીમે ધીમે તે પોતાની નિરર્થકતા સાબિત કરતો ચાલ્યો