પૃષ્ઠ:Gramonnati.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : ગ્રા મો ન્ન તિ
 


હિંદુસ્તાનની પાંત્રીસ કરોડની વસતિ માત્ર એક જ દસકો—

દસકાનો પ્રયોગ

(૧) એકાદ ગૃહઉદ્યોગ પસંદ કરી તેને જીવન વ્યવસ્થામાં વણી લે,
(૨) પરદેશી માલ ન વાપરે,
(૩) અને ખરીદીમાં પણ ગૃહઉદ્યોગના માલને પસંદગી આપે,

તો ગ્રામપુનર્ઘટનાનું કાર્ય કેટલું વેગવાળું, જીવંત અને સરળ બને ?

ગ્રામજીવનની આર્થિક ઉન્નતિ માટે સહાયભૂત બનનારા તત્ત્વોનો વિચાર પૂરો કરતા પહેલાં ફરીથી અત્રે ભાર મૂકવો જોઇએ કે આર્થિક અને સામાજીક ઉન્નતિ એ બન્ને જુદી જુદી ઉન્નતિ નથી; ઢાલની માત્ર બે બાજુઓ જ તે છે. એક બાજુ બીજી ઉપર જીવી શકે છે. ભેદ માત્ર પ્રત્યેકને છૂટક છૂટક વિગતવાર સમજવા માટે જ પાડ્યો છે.

ગ્રામજીવન સમસ્તનો વિચાર કરીએ તો તેમાં આર્થિક ઉન્નતિ અર્થે ગ્રામ અને ગૃહ-ઉદ્યોગનું સ્થાન નીચે પ્રમાણે દર્શાવી શકાય.

ગ્રામજીવન
આર્થિક ઉન્નતિસામાજીક ઉન્નતિ
આરોગ્ય શિક્ષણકેળવણીકલા–સૌંદર્ય
અંગ
નાગરીકત્વ
ઉત્પન્નમાં વધારો