પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮ : ગ્રા મો ન્ન તિ
 


રમત, અમેરીકન ફ્યુચર્સ વગેરે જુગારના પ્રકારોમાં ગ્રામપ્રજા કેટલી ઝડપથી ફસાય છે તે જોવા માટે લાંબે દૃષ્ટિ કરવાની જરૂર નથી. છેલ્લાં પાંચ દસ વર્ષ એ જુગારની અસર સમજવા માટે બસ થાય એમ છે.

સંપની સામાન્ય વૃત્તિ તેનામાં હોય છે, પરંતુ સંપથી આખા જીવનને રંગી તેનો લાભ લેવાની ઝીણવટ કે આવડત તેનામાં ભાગ્યે ખીલી હોય છે. સંગઠિત થવાનો ઉત્સાહ તે જવલ્લે જ બતાવે છે.

આપણામાં સામાન્ય માન્યતા એવી હોય છે કે ગામડિયા પ્રજા બહુ સશક્ત, આરોગ્યભરી અને સ્કૂર્તિવાળી હોય છે. અમુક ઢબની મહેનત કરવામાં તે ટેવાયેલી હોય છે એ ખરું. પરંતુ એ ટેવ અને શારીરિક બળમાં બહુ ફેર છે. ગામડામાં રોગ પણ ઘણા હોય છે, અને રોગને મટાડવાનાં સાધનો ઓછામાં ઓછાં હોય છે.

આગેવાની.

અને ગામને દોરતા આગેવાનો સ્વાર્થી, ખુશામદખોર, નિર્બળને રંજાડે એવા, અને ઉચ્ચ ગુણો કે વ્યવસ્થાશક્તિથી રહિત હોય છે. એટલે ગ્રામજીવન નિર્બળ, નિસ્તેજ, જડ, શોભારહિત, સંગઠનરહિત અને ઉદ્દેશરહિત લાગ્યા કરે છે. આવા ગ્રામસમાજને સામાજિક ઉન્નતિના માર્ગે મૂકવો હોય તો કયા માર્ગ લેવા જોઈએ એ સંબંધી વિચાર કરવાની તત્કાળ જરૂર ઊભી થાય છે. ગ્રામજનતાને ઉન્નત કરવી હોય તો પ્રથમ આપણે તેના દેહ તરફ નજર નાખીશું. ગ્રામવાસી સશક્ત અને પ્રફુલ્લ આરોગ્યભર્યો તો જોઈએ જ. ગ્રામજનતાનું શરીર સુખી ન હોય તો એનાથી કામ નહિ થાય અને જીવન આનંદથી ભોગવી નહિ શકાય.

એકલી તનદુરસ્તી ઉન્નતિનું લક્ષણ નથી. માનસિક જડતા, નિષ્ક્રિયપણું, સમયને ઓળખી તે સાથે ન રહેવાય એવું રેઢિયાળપણું,