પૃષ્ઠ:Gramonnati.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સામાજિક ઉન્નતિ : ૧૩૯
 


નિયમિતતાની ખામી એ બધું ગ્રામમાનસમાંથી નીકળી જવું જોઈએ. કેળવણી જ એ સર્વ અશુદ્ધિઓને દૂર કરે એમ છે. એટલે ગ્રામવાસી સામાજિક ઉન્નતિ માટે કેળવણી પણ માગી જ લે. કેળવણી વગરનો માણસ-શહેરી કે ગ્રામવાસી-આંખે પાટા બાંધી ફરે છે.

કલાદૃષ્ટિ

તંદુરસ્તી, નિરોગ શરીર અને કેળવાયલું મન ગ્રામજનતા પાસે હોય તો સ્વાભાવિક રીતે જ તેને પોતાના ગામ પ્રત્યે, પોતાના ધંધા પ્રત્યે, પોતાનાં પરિવેષ્ટનો પ્રત્યે અને આખા ગ્રામવાતાવરણ પ્રત્યે કલામય દૃષ્ટિ ઊઘડે છે. કલાદૃષ્ટિ વગર જીવન જડ, પશુતાભર્યું, અંધકારમય બની રહે છે. ગ્રામજીવનમાં નૈસર્ગિક સૌન્દર્ય ભર્યુંભર્યું હોય છે. એ સૌન્દર્યને ઓળખવાની, એ સૌન્દર્યને સજવાની અને એ સૌન્દર્યને ભોગવવાની શક્તિ ગ્રામજનતામાં વિકસે તો ગ્રામજીવન પ્રત્યેની ઉપેક્ષા અને ઘૃણા દૂર થઈ ગ્રામજીવન પ્રત્યે અભિમુખ થવાની પ્રેરણા મળે.

શહેરમાં નિસર્ગને ખેંચીખેંચી લાવવું પડે, અને તો ય સૂક્ષ્મદર્શક યંત્ર લઈ ફરીએ ત્યારે સૃષ્ટિસૌન્દર્ય દેખાય. ગ્રામજીવનમાં તે પળે પળે સામે આવે, અને સહજ-જીવન તરીકે અનુભવાય. ગ્રામજનતાની આંખે પડળ આવવાથી કવિત્વથી ભરેલી પ્રકૃતિ ઉપર પડદો જ પડેલો રહે છે. એ પડળ કાઢવા માટે ગ્રામજીવનમાં તંદુરસ્તી, કેળવણી અને આર્થિક સ્વસ્થતાની જરૂર રહે જ. ગ્રામજીવનમાં નૈસર્ગિક કલાભાવના જાગ્રત થાય ત્યારે જાણવું કે ગ્રામજીવન ખરેખર ઉન્નત થયું છે.

ગ્રામજીવન પ્રત્યે
મમત્વ.

એ કલાદૃષ્ટિ ખીલતાં ગ્રામજીવન પ્રત્યે મમત્વ, અભિમાન, પ્રેમ ઉત્પન્ન થાય છે અને ગ્રામજીવનને ઉપયોગીને થઈ પડવાની, ગ્રામજીવનને સેવા અર્પણ કરવાની, ગ્રામજીવનને સમસ્ત રાષ્ટ્રજીવનના