પૃષ્ઠ:Gramonnati.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરોગ્ય રક્ષણ : ૧૪૩
 


છૂટકો હોતો નથી માટે શક્તિ બહારની મહેનત તે ઘણી વખત કરે છે. આમ ટેવ અને જરૂરિયાત નબળી ગ્રામજનતાને સશક્ત દેખાડી સહુને ભ્રમમાં નાખે છે. ગ્રામજનતાનાં હાડચામડાં તેના અનારોગ્યની સાક્ષીરૂપ છે. ઝડપથી વૃદ્ધ બની જતો ગામડિયો ગ્રામઆરોગ્યના – કે અનારોગ્યના પ્રદર્શનરૂપ છે. કરમાઈ ગએલો કરચલીવાળો ગામડિયો ગ્રામશક્તિનું દર્શન નથી જ કરાવતો.

આરોગ્યભર્યું જીવન કોને કહેવાય ?

રોગ અને આરોગ્ય
 

રોગરહિત જીવનને આપણે આરોગ્યમય જીવન કહીએ. પણ હિંદુસ્તાન તો રોગનું ઘર છે ! એક નહિ અનેક ! હિંદમાં કયા રોગ નથી ?

ટાઢિયો તાવ–મૅલેરિયા એ તો કૃષિજીવનનો નિત્યસાથી. ચોમાસુ અને શિયાળાનો મોટો ભાગ હિંદની પ્રજા ટાઢિયા તાવમાં સપડાયેલી રહે છે. હિંદની પોણા ભાગની જનતા ટાઢિયા તાવનો દર વર્ષે અનુભવ કરે છે.

પ્લેગ-ગ્રંથીકજ્વર તો ગમે ત્યારે ગમે ત્યાં દેખા દે. ઇન્ફ્લ્યુઅન્ઝા તો લગભગ મૅલેરિયાની હરીફાઈ કરતો દેખાય છે. પ્લેગ અને ઈન્ફલ્યુએન્ઝાએ હિંદની અંદર ભયંકર સંહાર કરી હવે કાયમનું સ્થાન મેળવ્યું હોય એમ લાગે છે. હિંદમાં એકલા માનવ–હુમલા જ આવે છે એમ નહિ. રોગ પણ હિંદ ઉપર ફાવે ત્યાંથી તૂટી પડે છે, અને માનવીઓની માફક કાયમનું સ્થાન મેળવે છે.

કૉલેરા પણ વખત બેવખત ફાટી નીકળે.

ઓરી, અછબડા અને બળિયાનાં દર્દીને આપણે દેવ બનાવી