પૃષ્ઠ:Gramonnati.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮ : ગ્રા મો ન્ન તિ
 

પડતી છે, જયારે ગામડાંની વસતી કેળવણીમાં બહુ પછાત છે. વડોદરા રાજ્યની છેલ્લી વસતી ગણતરીને અંગે ઉપલબ્ધ થતા આંકડા બહુ સૂચક નીવડે એમ છે. ફરજીયાત કેળવણીનો પ્રયોગ વડોદરામાં થઈ રહેલો હોવાથી તેની પરિસ્થિતિ બ્રિટિશ પ્રદેશો કરતાં કેળવણીમાં ચઢિયાતી છે. એ ચઢિયાતા પ્રદેશમાં પણ નાગરિક વસતીના દર હજાર પુરુષોએ ૫૪૧ પુરુષો ભણેલા છે, અને દર હજાર સ્ત્રીઓએ ૧૭૫ ભણેલી સ્ત્રીઓ છે. ગ્રામવસતીની સ્થિતિ તપાસીશું તો જણાઈ આવશે કે દર હજાર પુરુષે ર૯ર પુરુષો અને દર હજાર સ્ત્રીએ ૫૮ સ્ત્રીઓ ભણેલી છે. આ તફાવત નાનોસૂનો નથી પરંતુ એ તફાવત ગ્રામજનતાને ઊપયોગી કેળવણીદ્વારા કેળવણીનાં સાધનો ગામડે ગામડે મુકવાથી દૂર થઈ શકે એવો છે એમાં તો જરા ય શક નથી. અલબત્ત મહેનતની કાયર કેળવણી ગામડાંને માટે તો ન જ પરવડી શકે.

૨ ધંધાવિષયક તફાવત એ બીજો તફાવત શહેર અને ગામડાંના ભેદને સાચવી રહ્યો છે. શહેરી જનતામાં માત્ર ૨૪ ટકા વસતી ખેતી સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ગ્રામજનતામાં ૭૭ ટકાની વસતી ખેતી સાથે સંબંધ ધરાવે છે.
૩ ત્રીજો તફાવત જે આરોગ્યરક્ષણની વિચારણામાં મહત્ત્વનો છે તે વસતીવિષયક છે. શહેર કસ્બાની સરેરાશ વસતી દસહજારની ગણાય. જ્યારે ગામડાંની સરેરાશ વસ્તી ૭૦૦ માણસની આવે છે.
૪ રહેણીકરણી અને દૃષ્ટિબિંદુનો તફાવત પણ શહેર અને ગામડાંને જુદાં પાડી દે છે એ સ્પષ્ટ છે. એક શહેરી અને એક ગામડિયાને ઓળખી કાઢવું બહુ અઘરું નથી.