પૃષ્ઠ:Gramonnati.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.





૧૮
સ્વચ્છતા
દેહરચના અને સ્વ-
ચ્છતા

માનવદેહની રચના જ એવી છે કે તે ખાદ્યપેય પદાર્થોનાં પૌષ્ટિક તત્ત્વોને સંગ્રહી નિરુપયોગી તત્ત્વોને પોતાનાથી અળગાં પાડી દે. જગતમાં કશી જ વસ્તુ તત્ત્વતઃ નિરુપયોગી નથી – જો આપણને તેનો ઉપયોગ કરતાં આવડે તો. આવડત ન હોય તો ચોખ્ખામાં ચોખ્ખી વસ્તુ પણ ગંદકીનો ભંડાર બની જાય. એટલે દેહને નિરૂપયોગી થઈ પડતાં દ્રવ્ય કેવી રીતે અને ક્યાં રાખવાં, ખસેડવાં, ઉપયોગમાં લેવાં કે ફેંકી દેવાં એ પ્રશ્ન પણ આપણી ગૃહ તથા ગ્રામરચનાનો અતિ મહત્ત્વનો પ્રશ્ન બની જાય છે. એમાં નળ, નીક, મૉરી, ચૉક, ચોકડી, ખાળ, સ્નાનગૃહ, શૌચસ્થાન એ સર્વની વ્યક્તિગત તેમ જ સામુદાયિક વિચારણા જરૂરી છે.

કુદરત તો કથીરમાંથી કંચન બનાવવા મથી રહી છે. એનો કીમિયો સતત આબેહયાત – અમૃતને જ ઉપજાવે છે. એને સહુ સરખાં. માનવદેહે નિરુપયોગી ગણેલાં દ્રવ્યોમાં જ કુદરતની પ્રયોગશાળા જીવન ઉપયોગી તત્ત્વો ભરે છે. એટલે કુદરતનાં વલણ પરખી આપણા દેહની ખોટી રીતે મલિન ગણાતી ક્રિયાઓને આપણે વિશુદ્ધ કરીએ તો આપણે આપણું આરોગ્ય સુધારીએ એટલું જ નહિ પણ આપણે