પૃષ્ઠ:Gramonnati.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.




૧૯
આંગણું

આંગણું કે ઉકરડો ?

સ્ત્રીઓ ગરબામાં ગાય છે :

કંકુ લીપ્યાં આંગણાં

‘મેં તો કુમકુમ લીપ્યું મારું આંગણું રે લોલ !'

એમ કંકુથી લીપેલાં કેટલાં આંગણાં હશે ?

કંકુથી આંગણું લીપવાની વાત જવા દો. માટીથી લીપેલાં આંગણાં પણ આજના સમયમાં હશે ખરાં ? બહુ જૂજ.

માટીથી લીપી આંગણું ચોખ્ખું રાખવામાં કાંઈ મુશ્કેલી હશે એમ આપણે માનીએ. માત્ર સાવરણીથી જ સાફ કરેલાં આંગણાં કેટલાં જોવામાં આવે છે ? આંગળીને ટેરવે ગણાય એટલાં ! સો આંગણે એકાદ !

આપણે તો આંગણાંના ઉકરડા બનાવી દીધા છે. આંગણું એટલે ઘરનો કચરો ફેંકવાની જગા; ગંદું પાણી ઢોળવાની જગા; અજીઠવાડ નાખવાની જગા; રદ્દી કાગળો ફેંકવા હોય તે પણ