પૃષ્ઠ:Gramonnati.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪ : ગ્રા મો ન્ન તિ
 


આંગણામાં; ચૂલાની રાખનો ઢગલો કરવો હોય તો તે પણ આંગણામાં; જમી રહીને પતરાળાં નાખવાં હોય તો તે પણ આંગણામાં, બાળકોને કુદરતી હાજતે લઈ જવાં હોય તો તે આંગણામાં, ઢોર બાંધવાનાં હોય તો તે એ આંગણામાં. ઉકરડા અને આંગણામાં આપણે શા ફેર રહેવા દીધો છે ?

ઘરને દીપાવનાર આંગણું
ઉચ્ચ કોમોની બે-
કાળજી

જેટલું ઘરનું મહત્ત્વ એટલું જ મહત્ત્વ શું આંગણાનું નથી ? એક સુંદર ઇમારત હોય અને તેના જ ઓટલા નીચે ઘાસનાં તણખલાં, કાગળના ડૂચા, છાણના ઢગલા અને ગંદા પાણીના રેલા દેખાતા હોય. તમને તે જોઈને કેવું લાગશે ? તમે સુઘડ હશો તો તુરત નાકે હાથ દેશો; ઘરની ઉંચાઈ પહોળાઈ કે કારીગરી જોવા એક પણ ક્ષણ થોભશો નહિ; સંભાળીને પગ મૂકવાની અગવડ ભોગવતા તમે બબડી ઉઠશો, અને ઘરના માલિકને એક સુસ્ત, કાળજી વગરના ગોબરા માણસ તરીકે કલ્પનામાં ધારી લેશો. એના મોટા ઘરની કિંમત કેટલી ઘટી ગઈ ?

હવે તમે કોઈ સારા ઢેડવાડામાં જાઓ. તમને ખબર છે ? ઢેડવાડા એવા સ્વચ્છ હોય છે કે તેમની આગળ શેઠશેરી, બ્રહ્મપોળ, દેસાઈવગો, નાગરવાડો કે મહાજન ચકલો એવા મોટા મોટા નામવાળા ચકલા બિલકુલ અસ્વચ્છ લાગે. ત્યાં મોટી મોટી હવેલી એ નથી હોતી; થોડાં નાનાં ઇંટેરી મકાનો અને મોટે ભાગે માટીથી થાપેલાં ઝૂંપડાં તમારી નજરે પડશે. પરંતુ એ ઝૂંપડાંનાં આંગણાં કેવાં હોય છે ?

ઝૂંપડાં વચ્ચે પહોળી જગા; સ્વચ્છ લીપીને તૈયાર કરેલું આંગણું;