પૃષ્ઠ:Gramonnati.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨ : ગ્રા મો ન્ન તિ
 


હોય તો પડોશીના તેમ જ હરકોઈના ઘર આંગણાને આપણે માની લેવાં પડશે. નહિ તો હાલ થાય છે તેમ કચરાની ફેંકાફેંકી ચાલુ રહી આપણને તે જરા ય આગળ વધવા નહિ દે.

પછી કચરો ક્યાં નાખવો ?

સ્વચ્છતા અને અંગ-
મહેનત

શહેરોને તો કચરાના નિકાલ માટે વિશિષ્ટ નોકરશાહી નીભાવવી પડે છે. ગામડાંમાં એ નોકરશાહી ઊભી થાય તો ઠીક, પરંતુ આપણે જોઈ ગયા છીએ કે ૭૦૦ માણસના ગામડાંમાં ભંગીનાં બે કુટુંબ પૂરતી સ્વચ્છતા ન જ રાખી શકે.

આ તો સરેરાશ ગામડાની વાત. ઘણાં ગામડાંમાં તો ભંગીનો અભાવ પણ હોય. અને પછાત અસ્પૃશ્ય જાતોની ઉન્નતિના થતા પ્રયત્નોની એક સ્વાભાવિક અસર એ પણ થાય કે એ જાત પેઢી દર પેઢી ચાલતો આવેલો ધંધો કરવા ના પાડે. આજનું ભણતર અંગમહેનત પ્રત્યે અણગમો લાવે છે એ સહુનો અનુભવ છે. ભણતરની સાથે અમુક અંશે તુમાખી પણ આવે. અને ઉચ્ચ કોમોએ સ્વચ્છતાનું કામ કરનારી કોમ તરફ જાણે અજાણે એવો તિરસ્કાર કેળવ્યો છે કે એ કોમ સમજતી થતાં એ તિરસ્કારનો તિરસ્કારથી જ જવાબ આપે, અને જે અસ્પૃશ્યતાની દિવાલ ઊભી થઈ છે તે ભાંગવા માટે સ્વચ્છતાનું કામ કરવાની જ સ્પષ્ટ ના પાડે એ બહુ જ સંભવિત છે.

આ પ્રસંગ ઝડપથી આવતો જાય છે એ કોઈએ ભૂલવાનું નથી. આપણી સ્વચ્છતાનું કામ માત્ર અસ્પૃશ્ય કહેવાતી જાતો સદાકાળ કર્યા જ કરશે એ ભ્રમ વહેલી દૂર કરીએ તો સારું. આપણી સ્વચ્છતાનું કામ આપણે હાથે જ કરવું પડશે. અને એમાં શા માટે વાંધો લેવો જોઈએ ? આપણો નિશ્ચય હોય તો શેરીની સાફસૂફી