પૃષ્ઠ:Gramonnati.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨ : ગ્રા મો ન્ન તિ
 

આપણી આર્થિક સ્થિતિ ગામડાં ઉપર જ અવલંબીને રહેલી છે.દેશનો આધારગામડાં શહેરોને પોષે છે; રાજ્યોની–પ્રાન્તિક, મધ્યસ્થ કે દેશી રાજ્યોની–આવકનો મોટામાં મોટો ભાગ જમીનમહેસૂલ છે, અને જમીનમહેસૂલની મોટામાં મોટી આવક ગામડાંમાંથી જ આવે છે. વ્યાપારીઓ વ્યાપાર પણ ગામડાં ઉપર જ કરે છે. ગામડાંમાં થતા પાક અગર ગામડાંમાં થતી વસ્તુઓની ચાળવણી, ફેરફાર, અવરજવર અને વેચાણ વ્યવસ્થા એ જ વ્યાપારનો મુખ્ય વિષય હોય છે. ખેડૂતના માલ ઉપર જ ધીરધારની વ્યાપક પ્રથા ઊભી થઈ છે. એટલે રાજ્ય, વ્યાપાર તથા ધીરધારના ધંધા પણ ગામડાં ઉપર જ અવલંબી રહ્યા છે. ગામડાં શહેરોને અને ખરું જોતાં આખા દેશને પોષે છે. તેના બદલામાં આપણે તેમને શું આપીએ છીએ ? ગામડાંને જોઈતું કંઈ પણ આપણે આજ સુધી આપી શક્યા નથી. લશ્કર, સરકાર, કેળવણી, કલા, રાજાઓનાં ખર્ચ, પોલિસ, ન્યાયાધીશ અને આખા મૂડીવાદી વર્તુલને પૈસા આપનાર અને તેમનું પૂરું કરનાર ગામડાં જ છે. તેમને બદલામાં શું મળે છે ? મજૂરીમય જીવન, રસહીન જીવન, નિરાશામય જીવન !

પહેલાંનાં ગામડાં અને આજનાં ગામડાંમાં બહુ જ તફાવત પડે છે.જૂનાં અને આજનાં ગામડાંપહેલાંનાં ગામડાંની સરખામણી નંદનવનની સાથે કરવામાં આવે છે. એ ખરું હોય કે નહિ. પરંતુ આજના કરતાં વધારે સાધનો ગ્રામજીવનની આબાદીને પોષતાં હતાં એટલું તો સમજાય એમ છે. પહેલાં ગામડાંમાં ધાર્મિક સંસ્કારોનાં કાંઈને કાંઈ સાધનો હતાં. દરેક ગામડામાં એકાદ મસ્જીદ કે મંદિર હોય જ. અને તેની સાથે જોડાયલો મુઝાવર કે પૂજારી ગામનો ગુરુ બની રહેતો. પહેલાંનાં ગામડાંમાં પોષણ થઈ શકે તેવી આર્થિક અને સામાજિક