પૃષ્ઠ:Gramonnati.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪ : ગ્રા મો ન્ન તિ
 


એનામાં કેળવણી અને ઓપ ઓછાં હશે એ ખરું. પરંતુ જે કેળવણી, સુધારો કે ઓ૫ પુરુષ અગર સ્ત્રીમાં મહેનતનો કંટાળો કે શરમ ઉપજાવે એ કેળવણી, સુધારો કે આપ જરા ય ઈચ્છવા યોગ્ય નથી. સર્વ સુધારાનો પાયો સ્ત્રી છે. ગ્રામોન્નતિ પણ સ્ત્રી ઉપર આધાર રાખી રહી છે. સ્વચ્છતા તો સ્ત્રી વગર સંભવે જ નહિ. અને અંગમહેનત માગતી સ્વચ્છતા અંગમહેનતને આવકારતી ગ્રામસ્ત્રી દ્વારા બહુ ઝડપ અને સરળતાથી સાધ્ય થઈ શકે એમ છે.

કચરો નાખવા મુક-
રર જગા

કચરો ઘર આંગણે ન ફેંકાય; કોઈના આંગણામાં ન ફેંકાય; ગમે ત્યાં ન ફેંકાય. જ્યાં ખાલી અરક્ષિત જગા જોઈ ત્યાં કચરો ફેંકવો અને ગંદકી કરવી એ હિંદવાસીની તિરસ્કારપાત્ર ટેવ સમૂળ જવી જોઈએ. શેરીના લોકો ધારે તો શેરીમાં ગમે તે એક જગા મુકરર કરી રોજનો કચરો એક જ મુકરર જગાએ નાખે એ શીખવાની જરૂર છે. ઠરેલી જગા સિવાય બીજો કોઈ પણ સ્થળે કચરો ન જ નખાય. શેરીનાં સહુ વસનારાં એટલો નિશ્ચય તો કરી જ લે.

અને એ શેરીનો કચરો ચોવીસ અગર અડતાળીસ કલાકે ત્યાંથી ખસવો જ જોઈએ.

કચરો ઘર આગળ પણ એક ખોખામાં, ટોપલીમાં કે ડોલમાં રાખવાની ટેવ પાડવી પડશે અને મુકરર કરેલી જગાએ લઈ જઈ મોટી કોઠી, પેટી કે એવી જ કઈ રચનાવાળા સ્થળમાં નાખવી પડે.

પરંતુ સમસ્ત શેરીનો કચરો કોણ ઉપાડે ?

સ્વચ્છતાનું કાર્ય કરનાર નોકરો પંચાયત કે સરકાર તરફથી રાખ્યા હોય તો તેમણે તે કામ કરવાનું છે. ગામનોકર તરીકે