પૃષ્ઠ:Gramonnati.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬ : ગ્રા મો ન્ન તિ
 


સાત વાર કુદરતી રીતે જ દેહસ્વચ્છતાની ક્રિયા કરવી જ પડે. આ કાર્ય માટે એકાંત, ચોખ્ખાઈ અને અસ્વચ્છ દ્રવ્યોનો નિવેડ કરવાની યોજના ગ્રામજનતાએ પોતાના સંયોગાનુસાર વિકસાવવાં જ જોઈએ. ઘર પાછળ વાડાની જગા અને તે ન હોય તો શેરીને સગવડ પડતી જગા એ માટે મુકરર કરવી જ પડે. ગંદકી કરવાનો જાણે બાળકનો હક્ક હાય એવી રીતની મનોવૃત્તિ રાખવામાં આવે છે તે તદ્દન દૂર કરવી જોઇએ. ગંદકી કરવાનો હક્ક કોઈને પણ હોઈ શકે નહિ, બાળકને પણ નહિ. બાળક, અશક્ત અને રોગીઓની ગંદકી અન્યને હાનિકારક ન થઈ પડે એ માટે તે દૂર કરવાની જવાબદારી જેનાં તેનાં સગાંસંબંધીઓએ જ ઉપાડી લેવી જોઈએ.

ઊંડા ખાડા, માટીનો ઉપયોગ અને અગ્નિ ગામના કચરા અને ગંદકીને દૂર કરી શકે એમ છે. ઉપયોગી ખાતર પણ તેમાંથી બનાવી શકાય.

ગ્રામરચનામાં યોજ-
નાનો અભાવ

વળી આપણી ગ્રામશેરીની રચના પણ પૂરતા વિચાર પછી થતી જ નથી. પારકી અગર સરકારી જમીનનું દબાણ કરવાનો લોભ ગ્રામજનતામાં છાની હદે પહોંચ્યો છે. એ ઘેલછાને પરિણામે પડોશીઓમાં ઝઘડા, દીવાની ફોજદારી અને મુલ્કી કચેરીઓમાં થતી રખડપટ્ટી અને ખર્ચ, સરકારી નોકરને લાંચ રૂશ્વતની થતી સરળતા અને કનડગતની પડતી ટેવ માટે આ વૃત્તિ અમુક અંશે જવાબદાર છે જ.

ગ્રામરચના સગવડ ભરેલી, બુદ્ધિપૂર્વક અને સૌન્દર્યદૃષ્ટિથી થવી જોઇએ. તેને બદલે એક મકાન આગળ અને બીજું પાછળ; એકનું છજું રસ્તા ઉપર પડતું હોય અને બીજાનો ઓટલો રસ્તે જનારને વાગે એવો હોય; કોઇનું છાપરું આગળ આવતું હોય તો