પૃષ્ઠ:Gramonnati.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮ : ગ્રા મો ન્ન તિ
 


સમજી શકીએ છીએ. અલબત્ત જૂનાં ગામોમાં ઘર, શેરીઓ અને મહોલ્લા સ્થાયી થઈ ગયેલા હોવાથી તેમાં ફેરફાર કરવાની મુશ્કેલીઓ ઊભી થાય છે, અને મિથ્યા મમત્ત્વ ઘણીવાર તસુ જમીનના ફેરફાર માટે આખા ગામને હોબાળે ચઢાવી ગામના સેંકડો રૂપિયા ખર્ચાવી નાખે છે. છતાં એ મુશ્કેલીનો સામનો કર્યે જ છૂટકો છે. અનિયમિત ગ્રામરચનામાં સ્વચ્છતાને પોષે એવી નિયમિતતા જરૂર આવવી જોઈએ. કેટલાંક પરાં અગર નવા ગામના મહોલ્લા એટલા પહોળા રહેલા જોવામાં આવે છે કે તેમની વચમાં વૃક્ષારોપણ કરી સ્થળનું સૌંદર્ય અને સ્થળની સગવડ વધારી શકાય એમ હોય છે.

પાદર

ગામડાની સરેરાશ વસતી સાતસો માણસોની : એટલે એક ઘર અને બીજા ઘર વચ્ચે, એક શેરી અને બીજી શેરી વચ્ચે, એટલું બધું અંતર તો ન જ હોય કે જેથી સૌને હળવા મળવામાં, એક બીજાને ઓળખવામાં અગર એક બીજાને ઉપયોગી થઈ પડવામાં ખાસ અડચણ આવે. ગામનું ગોંદરું પાદર અગર ભાગોળ એ પણ આખા ગામની સગવડ સાચવનારું મહત્ત્વનું સ્થાન કહી શકાય. એમાં ઢોરનાં ટોળાં પણ બેસી શકે, થાકેલો ખેડૂત કે વટેમાર્ગુ પણ બેસી શકે અને ગામનાં છોકરાં રમતગમત માટે પણ સહેલાઇથી ભેગાં થઈ શકે. ગુજરાતમાં ઘણાં ગામોની ભાગોળ સ્વાભાવિક રીતે જ સુંદર અને સગવડવાળી હોય છે. માનવી જો તેને ન જ બગાડવી એ નિશ્ચય કરે તે એ ભાગોળ ગામનું સ્વચ્છ રંજનસ્થાન બની શકે. પરંતુ આપણાં અવ્યવસ્થિત માનસને લઈને આપણે ભાગોળના ઉકરડા બનાવી દઇએ છીએ.

ગુજરાતની સગવડ

ગામડું બાંધવામાં મુખ્ય વિચાર ખેતીની સગવડનો જ હોય છે. ખેતી ઘણે દૂર ન પડે એવી રીતે માનવસમૂહ એક સ્થળ પસંદ કરી તેમાં ઘરબાર