પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રા મ સે વા : ૩
 


વ્યવસ્થા હતી. આમ પહેલાંનું ગામડું સંસ્કારી હતું અને તેની અંદરથી દરેકને કપડાં, ખાવાનું અને નાનું સરખું ઘર મળી રહેતાં. પહેલાનું ગામડું સ્વાશ્રયી, સ્વપોષક self-contained હતું. ઉપયોગની દરેક વસ્તુ ગામની અંદર જ ઉત્પન્ન કરવામાં આવતી. પહેલાંના ગામડિયામાં આત્મ–અભિમાન હતું. પોતાના ગામની અને પોતાની પ્રતિષ્ઠાને ધોકો પહોંચે એવું એક પણ કામ તેઓ કરતા નહિ અને કરવા દેતા નહિ. પહેલાંનાં ગામડાંના લોકોને ભજનો, દુહા, રાસડા, કવિતા વગેરેનો શોખ હતો. પહેલાં ગામડાંની અંદર એક વૈદ્ય પણ રહેતો હોય અને તેમની ફી દાણાના રૂપની હતી. એ રીતે ત્યાં આરોગ્યરક્ષણને પણ સ્થાન હતું. ગામડાંમાં જીવન પણ હતું. ગામડાંના લોકો શરીરે હૃષ્ટપુષ્ટ હતા અને માણસો પણ આબાદ હતાં.

આજનાં ગામડાંમાંથી સંસ્કારો દૂર થયા છે. સાધુ, પુરાણી, સન્યાસી કે ગુરુનો હવે કાયમ વસવાટ નથી કે જેથી ગામના સંસ્કાર જાગ્રત રહે. આજનાં ગામડાંમાં મસ્જિદ અને મંદિરો ખંડિયેર થઈ ગયાં છે; હાલનાં ગામડાંમાં લોકોને કપડાં અને અનાજના પણ સાંસા પડે છે. અનિશ્ચિત ભાવવાળી ખેતી મૂડીવાદીઓને કઠણ બનાવે છે, અને ગ્રામજનતા પ્રત્યે જે મમત્વ અને સમભાવનાના અંશો શેઠ, શાહુકાર અને ધીરધાર કરનારમાં હતા તે હવે બદલાઈ ગયા છે. રહ્યાં છે માત્ર અવિશ્વાસ, લોભ, અને વધારેમાં વધારે નફો ખેંચી લેવાની વૃત્તિ. હાલ ગામડાંના લોકો એક બીજામાં હવે વિશ્વાસ પણ રાખતા નથી અને સંગઠનને બદલે ગામડાંમાં કલેશ – કંકાસનું સામ્રાજ્ય સ્થપાયું છે. હાલનાં ગામડાંમાં બધે અજ્ઞાન ફેલાયેલું છે. ગામડિયાને જ્ઞાનનો પ્રકાશ મળતો નથી અને ગ્રામલોકો દિવસે દિવસે પશુવત્‌ બનતા જાય છે. ગામડાંની અંદર રોગ વધી ગયા છે, અને તેમની માવજત કરનાર પણ કોઈ રહ્યું નથી. વૈદ્યો, હકીમો અને