પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરોગ્યરક્ષણ અને જીવજંતુ : ૧૮૭
 


બની નાની નાની અગવડોમાંથી મુક્ત થવા ઉપરાંત કૉલેરા અને મેલેરિયા જેવા મહા રોગોમાંથી પણ મુકિત મેળવી શકે.

નાની નાની બાબતો-
નાં ભયંકર પરિણામ

આપણે જોઈએ છીએ કે કેરીનો ચૂસેલો ગોટલો પડેલો હોય ત્યાં માખી ભેગી થાય છે. મલોત્સર્ગને સ્થાને માખીઓ ભેગી થઈ જાય છે. સહેજસાજ ગંદકી હોય ત્યાં માખીઓ ભેગી થઈ જાય છે. અને આમ નાની મોટી ગંદકીઓમાંથી તે આપણા ઉપર અને આપણા ખોરાક ઉપર બેસી અનેક રોગજંતુઓને આપણા દેહમાં દાખલ કરી દે છે.

પાણીનું કૂંડું બે દિવસ એમનું એમ પડી રહે તો એમાં મચ્છર પેદા થાય. પાણીનું ખાબોચિયું ઉલેચાયા વગરનું રહે તો તેમાંથી મચ્છર પેદા થાય. ખાડામાં પાણી અને કાદવ ભરાઈ રહે તો તેમાંથી મચ્છરની ઉત્પત્તિ. અને આવાં મચ્છરનાં ઉત્પત્તિસ્થાનો આપણા ઘર આગળ, આપણી શેરીમાં, આપણી ભાગોળે અને સીમમાં જોઈએ એટલાં હોય છે.

વળી એક ગામના મચ્છર લાંબે સુધી પહોંચી શકે છે. મચ્છર માખીની ઉત્પત્તિ એટલા મોટા પ્રમાણમાં થાય છે કે તેમનાં મૂળને ન અટકાવીએ તો તેમની વૃદ્ધિને અટકાવવી અશક્ય થઈ પડે એમ છે. અને જ્યાં સુધી માખી અને મચ્છરની ઉત્પત્તિ આપણે અટકાવી શકીશું નહિ ત્યાં સુધી ગ્રામજનતાના અનેકાનેક રોગને પણ આપણે અટકાવી શકીશું નહિ.

હિંદુસ્તાનનાં શહેરોમાં મચ્છર અને માખીનો ઉપદ્રવ ઘણો જ હોય છે. અડધો ઉનાળો અને પોણા ભાગનું ચોમાસું તો શહેર અને ગામડાં માખીમચ્છરમય બની જાય છે. માખીમય વાતાવરણમાં જમવા બેસવું એ પાપ બની જાય છે અને છતાં આખું હિંદ એ