પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આરોગ્યરક્ષણ અને જીવજંતુ : ૧૯૧
 


જંતુઓનો ત્રાસ ઘટાડવા માટે આપણે ત્યાં ચાલતી કેટલીક જૂની પ્રથાનો પણ અભ્યાસ અને ઉપયોગ કરવા જેવો છે. હોમ– હવન દ્વારા ગામડાંને સ્વછતા આપી શકાતી. પરંતુ ધર્મ તરફની શ્રદ્ધા ઘટી ગઈ છે, અને ધર્મ તથા આરોગ્યને ભેળવવાના એ જૂના પ્રયત્નો અંધશ્રદ્ધાનો બીજો રોગ ઊભો કરે છે. લીમડાની ધૂણીથી મચ્છર અને અડાયાંની ધૂણીથી માખી દૂર થાય છે એ તો આજ પણ અનુભવી શકાય એમ છે. વળી કુમારપાઠાંના રોપ, તુલસી, ડમરો જેવા તીવ્ર વાસવાળા છોડ પણ મચ્છરની ઉત્પત્તિ પર અંકુશરૂ રૂ૫ ગણાય છે એ ભૂલવા સરખું નથી.

રોગ સામે સાવચેતી રાખવા એકી વખતે વિચાર કરવા માટે નીચેની રચના ઉપયોગી થઈ પડશે :—

સાવચેતી
સ્વચ્છતાજંતુવિનાશવ્યાયામખોરાક
પાણીની વિપુલતા
ખાડા–
ખાબોચિયાંનું
પૂરાણ
તેલ–ફિનાઈલ–
ક્રુડ ઓઇલ–
ઘાસલેટ–, ફ્લીટ–
અજમાનું તેલ
વગેરેનો ઉપયોગ
હવા વિશુદ્ધિજાળી–
મચ્છરદાનીનો
ઉપયોગ
કુમારપાઠું,તુળસી,
ડમરોવગેરે તીવ્ર
વાસવાળા છોડ
ધૂપહોમ–હવનલીમડાની કે
આડાયાંની ધૂણી
ઘર–
ધોળામણી