પૃષ્ઠ:Gramonnati.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.





૨૨
રોગનિવારણ
રોગના ઈલાજ

રોગ થાય જ નહિ અને ફેલાય જ નહિ એવી પરિસ્થિતિ ઊભી કરવી એ જ આરોગ્યરક્ષણનો અને ખાસ કરીને ગ્રામઆરોગ્યરક્ષણનો ઉદ્દેશ હોવો જોઈએ. ઈશ્વરનાં આપ્યાં કહો કે કુદરતનાં આપ્યાં હવા, અજવાળાં અને સૂર્યપ્રકાશ તો છે જ. વિપૂલ પાણી સંગ્રહ — કુવા, નદી, તળાવ – માં કુદરતને સહાયભૂત થવા માનવીએ પ્રયત્ન કરવાનો છે. હિંદમાં મરુભૂમિ છે. પાણી ન મળે એવા પ્રદેશ છે. ઉત્તર ગુજરાતનો રેતાળ પ્રદેશ, કાઠિયાવાડનાં કેટલાંક પથરાળાં સ્થાનો અને પૂર્વ દક્ષિણ ગુજરાતનાં જંગલોમાં પાણીની વિપુલતા ઓછી ખરી અને જંગલનાં પાણી રોગભર્યા પણ ખરાં; છતાં મોટા ભાગે ગુજરાતમાં પાણીનો છેક જ દુષ્કાળ છે એમ કહેવું વાસ્તવિક નથી. જ્યાં પાણી પૂરતાં ન મળતાં હોય ત્યાં જમીનમાં ઘણા ભાગમાંથી પથરા ફોડીને અગર યુગયુગથી સંતાઈ ગયેલાં પાણીનાં ઝરણાં ખોલીને આપણે ધારીએ તો પાણી ખૂબ મેળવી શકીએ એમ છે. નદીઓને કેળવતાં પણ આપણને હજી આવડ્યું નથી. નહિ તો મિથ્યા વહી જતા ગંજાવર વારિસમૂહને આપણે માત્ર ખેતીના જ નહિ પરંતુ પીવા તથા નહાવાનાં કાર્ય માટે પણ ઉપયોગમાં લઈ શકીએ. સ્વચ્છતાના સાથી સરખાં અગ્નિ, રાખડી, માટી અને રેતી એ સર્વ દ્વારા આરોગ્ય