પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોગનિવારણ : ૧૯૩
 


રક્ષણ બહુ સરળતાથી કરી શકાય એમ છે. અલબત્ત એ સહુનો ઉપયોગ કરવા માટે આપણા મનને અને શરીરને – કહો કે આખા ગ્રામસમાજને ટેવાવું પડશે. પરંતુ તેમ થાય ત્યાં સુધી તો રોગ, તાવ અને દર્દ ગ્રામજનતાને પીડ્યા કરવાનાં. એ દર્દોના અસ્તિત્વનો સ્વીકાર કરીને રોગના ઈલાજ લેવાની વ્યવસ્થા ગામડાંમાં રાખવી જ પડશે.

જૂની ગ્રામવૈદ્ય-
સંસ્થા

પચીસ-ત્રીસ વર્ષ પહેલાં ઘણી જગાએ અને હજી પણ કોઈ કોઈ ગામડામાં વૈદ્યો અને હકીમો જોવામાં આવે છે. આ વૈદ્યો અને હકીમો આપણા ગ્રામજીવનમાં આરોગ્યરક્ષણનું અને ખાસ કરીને રોગનિવારણનું અતિ મહત્વનું કાર્ય કરતા હતા. અંગ્રેજી શિક્ષણે આપણી ઘણી ઘણી સારી સંસ્થાઓને સૂકવી દીધી છે. જૂની વૈદકીય સારવારની સંસ્થા પણ આપણી પાસેથી નવા યુગે ખૂંચવી લીધી છે — એટલું જ નહિ, પરંતુ એને બદલે એનું સ્થાન લે એવી બીજી કોઈ સંસ્થા પણ તેની જગાએ ઉત્પન્ન કરી નથી. અને આજ તો ગામડાં આરોગ્યરક્ષણનાં સાધનવગર રોગનો ભોગ થઈ પડે છે અને રોગનું નિવારણ કરવાનો ગામડાંમાં માર્ગ જ રહ્યો ન હોવાથી અપાર દેહકષ્ટ અને લાચારી ભોગવી રહે છે. ગ્રામજીવનનાં કંઇક મૃત્યુ ઔષધના અભાવનું જ પરિણામ છે. વૈદ્યો ઉપરથી આપણી શ્રદ્ધા ઘટી ગઈ છે અને ડૉક્ટરોના મોહમાં આપણે આપણા જૂના વૈદ્યો અને હકીમોને વિસારે પાડ્યા છે. એટલે તે વર્ગ ગામડામાંથી અદૃશ્ય થતો જાય છે, અને ગામડાં રોગ સમયે નિરાધારપણું અનુભવે છે.

ડૉકટરો

જૂની ઢબના કહેવાતા વૈદ્યો અને હકીમો સમયના પ્રવાહ સાથે આગળ વધી શક્યા નથી એ ખરું છે. આરોગ્યરક્ષણની શાસ્ત્રીય વિચારણામાં