પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોગનિવારણ : ૧૯૫
 


કિંમત આપી સારવાર મેળવે એ ડૉક્ટરી જીવનવિધાનમાં તેમની વ્યુહરચના હોય છે.

‘હું ગરીબ માણસનો ડૉક્ટર નથી’ એમ અભિમાનથી જાહેર કરી ગરીબ દર્દીઓને ઠોકર મારતા અનેક ડોક્ટરો આપણે જોયા અને સાંભળ્યા છે. ગરીબ હિંદુસ્તાનની ગરીબાઈને તિરસ્કારનારા એ ડૉક્ટરો હિંદને માથે લદાયેલા ધેાળા હાથીઓ છે, એમાં જરા યે શક નથી. હિંદની ગરીબીને તિરસ્કારનાર સર્વ માણસો મહાભયાનક પાપ કરે છે એ જેમ બને તેમ વહેલું સમજાય એમાં આપણું શ્રેય છે. ઈંગ્રેજી અધિકારીઓ ભારે પગાર માગે. દેશી અધિકારીઓ તેમને પગલે ચાલી એટલું જ ભારણ હિંદને માથે લાદે અને આપણા ઈજનેરો, ન્યાયાધીશ અને આરોગ્યનું રક્ષણ કરવાનો ડોળ ઘાલનાર ડૉક્ટરો પણ ધનના ઢગલાને પૂજે ! આ ભાર હિંદ ક્યાં લગી સહન કરી શકશે ? હિંદની સરેરાશ આવક કરતાં જેટલી વધારે આવક મળે એટલી લૂંટની મિલકત છે એમ માન્યા વગર રહેવાતું નથી.

આનો અર્થ એમ નથી કે બધા ડૉક્ટર જ ખરાબ છે. હિંદુંસ્તાનની ગરીબી ઘટાડવામાં જે કોઈ સહાયભૂત ન થાય એ સઘળું જ ખરાબ છે. પછી તે ડૉક્ટરની સંસ્થા હો, વાઇસરૉય, ગર્વનર કે બ્રિટિશ સનદી નોકરશાહી હો કે હિંદનાં રજવાડાં હો. જ્યાં સુધી વૈદ્યકીય ધંધો ગ્રામઅભિમુખ ન થાય ત્યાં સુધી તે નિરર્થક તો છે જ અને ધનિકતાની, મોટરકારની, રૂવાબદાર દેખાવની લાલસા આજના ડોક્ટરી વર્ગમાં રહેશે ત્યાં સુધી એ સંસ્થા ગ્રામોન્નતિમાં નિરર્થક જ નીવડશે.

ગ્રામાભિમુખ વૈદ્યકીય
સારવાર

હવે સમય આવ્યો છે કે જ્યારે ડોક્ટરોએ ગામડાં તરફ દૃષ્ટિ કરવી પડશે; એટલું જ નહિ પણ વિભાગમાં કાયમનું રહેઠાણ રાખવું પડશે. જ્યાં સુધી ડૉક્ટરી સારવાર મેળવવાના