પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬ : ગ્રા મો ન્ન તિ
 


સગવડ ગ્રામજનતા મેળવી શકે નહિ ત્યાં સુધી ગ્રામજનતામાં રોગના ઇલાજ કરવાની મુશ્કેલી રહ્યા જ કરવાની. એટલે પહેલી તકે ડૉક્ટરોને ગ્રામવિભાગ સાથે સંસર્ગમાં લાવવાની પ્રથમ જરૂર ઊભી થાય છે. વૈદ્યકીય સારવાર થોડા જ સમયમાં સરળતાથી દર્દી મેળવી શકે એવી રીતે ગામડાંમાં અગર ગામડાંના સમૂહમાં ડૉક્ટરનો નિવાસ હોવો જોઇએ.

હકીમી અને આયુ-
ર્વેદિક પદ્ધતિ

હકીમી અને આયુર્વેદ એ બન્ને આપણી જૂની વૈદ્યકીય વ્યવસ્થાઃ એને પણ વર્તમાન જીવનને અનુકૂળ બનાવવાની જરૂર ઊભી થઈ ચૂકી છે. એથી આપણી લુપ્ત થતી જતી જૂની વૈદ્યકીય સંસ્થાને પુર્નજીવન મળશે અને પશ્ચિમાત્ય વૈદ્યકીય પ્રગતિના સંસર્ગથી આપણી દેશી વ્યવસ્થા ગ્રામજનતાને વધારે ઉપકારક થઈ પડશે.

શહેરના મોહમાં ફસેલા ડૉક્ટરોને ગામડાંમાં આકર્ષવા અને જૂની ઢબના વૈદ્યહકીમોને વર્તમાન યુગ માટે લાયક બનાવી ગ્રામજનતાને પાછા સોંપવા એ બે પ્રશ્નો હાલ હિંદમાં મહત્ત્વના થઈ પડેલા છે.

ગામડે સારવાર પહોં-
ચાડવાની રીત

ગામડાંમાં દવાખાનાં સ્થાપવાના પ્રયત્નો થયા કરે છે. પરંતુ થોડાં દવાખાનાં વિશાળ ગ્રામજનતાની જરૂરિયાતોને પહોંચી વળે એમ નથી. ગ્રામજનતાના કોઈ પણ વિભાગમાં પાંચ માઈલની અંદર વૈદ્યકીય સારવાર મળી જ રહે એવી વડોદરા રાજ્યની યોજના આ સંબંધમાં વિચારવા સરખી છે. ઉપરાંત ગ્રામવિભાગમાં ફરનારા ડૉક્ટરો રાખી ગ્રામજનતાના રોગ ટાળવાના અખતરા પણ કરવામાં આવે છે. સરકાર તરફથી દવાની અને ડૉક્ટરના પોષણની રકમનો કેટલોક ભાગ આપી ડૉક્ટરોને ગામડાંમાં વસાવવાની યોજનાઓ પણ વિચારાય છે, અને નિશ્ચિત થયેલા રોગોમાં નિશ્ચિત થયેલી દવાઓ ગામના આગેવાનો મારફત વહેંચવાની પણ પ્રથા