પૃષ્ઠ:Gramonnati.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રોગનિવારણ : ૧૯૯
 


ગ્રામ આગેવાનો

જ્યાં નિષ્ણાત વૈદ્ય કે ડૉક્ટર ન મળી શકે ત્યાં સામાન્ય વૈદ્યકીય જ્ઞાન અને સામાન્ય સારવાર કરી શકે એવા ગ્રામ આગેવાનોએ આ કામ ઉઠાવી લેવું જોઇએ, અને દવાઓની વહેંચણી કરવા તત્પરતા બતાવવી જોઈએ.

મેલેરિયા માટે ક્વીનીનની વિસ્તૃત વહેંચણી ગ્રામજનતામાં કરી શકાય છે એ તો સહુના અનુભવની વાત છે. જે થાય છે એ ઘણું થોડું અને અવ્યવસ્થિત છે. છતાં એ માર્ગે આપણે ઔષધની વહેંચણી કરી શકીએ એટલું તો સાબિત થાય છે જ.

ગ્રામજીવનમાં અકસ્માતના પણ સંભવ ખરા. અકસ્માતને માટે તૈયાર રહેવાની, અને ઘટતા પ્રસંગે ઘટતી દવા આપવાનો પણ આવડત ગ્રામજીવનમાં જરૂરી છે.

ઘરવૈદું

ઘરવૈદું આપણે ભૂલી ગયા છીએ. આપણી માતાઓ અને દાદી નાની નાની ફરિયાદો માટે ડૉક્ટરો પાસે દોડી જતી ન હતી. સ્ત્રી સમાજ અને ગ્રામસ્ત્રીસમાજ પાછો વૈદકની વસ્તુઓ ઓળખી વાપરતા થાય એ બહુ જ ઇચ્છવા યોગ્ય છે.

રોગનિવારણ માટે આપણો સમગ્ર વિચાર નીચે પ્રમાણે ગોઠવી શકાય :