પૃષ્ઠ:Gramonnati.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખોરાક, બાળઉછેર અને કેળવણી : ૨૦૯
 


કાર્યો તેમને સહજ ફાવી જાય છે. એટલે ઘણી મોટી સંખ્યામાં સ્ત્રીઓ આ કાર્ય કરે તો સ્ત્રીઓને ઉપજીવિકાનાં સાધન મળે અને આરોગ્યરક્ષણનું કામ દક્ષતાપૂર્વક કરી શકાય.

બાળજન્મ પૂર્વે
સારવાર

એ જ પ્રમાણે બાળઉછેરનો પ્રશ્ન પણ આરોગ્યરક્ષણમાં મહત્ત્વને સ્થાને રહે છે. બાળકની પહેલાં પણ બાળકની થનારી માતા બહુ જ કાળજીભરી સારવાર માગી લે છે. ભાવિ માતાને અણઘટતી મહેનત કરવી પડે તો તેની અસર બાળક ઉપર જરૂર થવાની. એને પૂરતું પોષણ ન મળે તો ભાવિ બાળક નિર્બળ જન્મવાનું. માત્ર તેને બેસાડી રાખવામાં આવે તો પણ માતાનું અનારોગ્ય બાળકમાં ઉતરવાનું.

ઉપરાંત માતાના વિચારો પણ બાળકના માનસને ઘડવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે એ ભૂલવાનું નથી. માતાનું અશાંત અસ્વસ્થ માનસ ઘડાતા બાળકને અશાંતિ અને સ્વાસ્થ્યહીનતાનો જ વારસો આપે છે. અતિ ઉગ્રતા, ચીડ, રીસ, વેરઝેર એ બધી લાગણીઓની રેષાઓ માતાના હૃદયમાંથી બાળકના હૃદયમાં છપાઈ જાય છે. એટલે બાળકને સામાજિક જવાબદારી તરીકે સ્વીકારવું હોય–અને ખરેખર બાળકનું ઘડતર એ સામાજિક કાર્ય ગણાવું જ જોઇએ–તો સમાજની ફરજ છે કે માતા બનતી સ્ત્રીને પૂરતું પોષણ તથા પૂરતી કસરત આપવાં જોઈએ અને સ્વચ્છ, આનંદમય તથા શાંતિભર્યું વાતાવરણ તેની આસપાસ રચી આપવું જ જોઈએ.

ગામડામાં આ બની શકશે ? બનવું જ જોઈએ. ન બને તો નિર્બળ, નિર્માલ્ય, ક્લેશી અને સંકુચિત માનસવાળાં અવિકસિત બાળકોમાંથી જ આપણે આપણી ભાવિ પ્રજા ઊભી કરવી રહી, એ બાળકો દેશનું દળદર ફેડે એ આશા રાખવી એ ઝેર વાવી અમૃત