પૃષ્ઠ:Gramonnati.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવન અને વ્યાયામ : ૨૨૯
 


ન કરવી જોઇએ. આ દૃષ્ટિએ પણ ગ્રામજનતાને કસરતની–રમત- ગમતની ખૂબ જરુર છે.

અને શું ગામડાંમાં રમતગમતનો તથા આનંદપ્રદર્શનનો સંપૂર્ણ અભાવ જ હોય છે ?

સામુદાયિક વ્યાયામ

ગ્રામજીવનમાં સ્વાસ્થ્ય હતું ત્યારે તો ગામડાંને વર્ષભરનો કાર્યક્રમ રમતગમત, લશ્કરીઢબની હરીફાઈ, ગ્રામગીતો, મેળા, ગરબા, ઉજાણી જેવી સામુદાયિક પ્રવૃત્તિઓથી ભરપૂર રહેતો હતો. હજી તેમાંના રહ્યાસહ્યા અંશ નિસ્તેજ છતાં જીવતા છે એટલું તો આજ પણ આપણે જોઇએ છીએ. એ જીવતા અંશોને પ્રફુલ્લ કરવા, સુષુપ્ત અંશોને જાગ્રત કરવી, મૃત અશામાં અમીસિંચન કરવું અને વર્તમાન પરિસ્થિતિને અનુકૂળ થઈ પડે એવી નૂતનતા તેમાં ઉમેરવી એ વ્યાયામનું ગ્રામજીવન પરત્વે કર્તવ્ય છે.

આજ આપણે ત્યાં ક્રીકેટ ભલે ન આવે – ગેડીદડા તો આપણે ગામડાંમાં ઉપજાવી શકીએ. સાઈકલ રેસ આપણે ત્યાં ભલે આજ શક્ય ન હોય–દોડ, હનુમાન અને અંગદ કુદકો, તરવાની હરીફાઈ એ બધું આપણે જરૂર ગમે તે ગામડે યોજી શકીએ છીએ. આખા ગામની કવાયત ભલે શક્ય ન હોય. નિશાળિયા અને યુવાનોને તો ભેગા કરી સાથે પગ મૂકતા બનાવી શકાય, અને જૂથ દ્વારા કોઈ પણ ગામાત કામ કરી શકાય.

સમૂહ દ્વારા થતાં કામની ગામડાંને ઘણી જ જરુર છે. ગામડાંની સ્વચ્છતા ટોળબંધ બનીને કરી શકાય; માંદાની માવજતમાં કેળવાયલો સમૂહ કામ લાગે; સારે માઠે પ્રસંગે પણ ગ્રામ યુવાનોનું સંયમબદ્ધ ટોળું સહુને ઉપયોગી થઈ પડે; આગ કે રેલના પ્રસંગે ગામડાંમાં–અને શહેરોમાં–જે ગભરાટ, અવ્યવસ્થા, નિરર્થક ઉશ્કેરાટ, ઘોંઘાટ અને