પૃષ્ઠ:Gramonnati.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪ : ગ્રા મો ન્ન તિ
 


ચાલુ આગેવાનોની
અપાત્રતા

ગ્રામનિવાસીઓ અક્કલ વગરના છે, એમ આ ઉપરથી માનવાનું નથી. પરંતુ અક્કલવાળા વર્ગનો મુખ્ય ભાગ ભણીગણી બહારગામ સેવે છે એટલે નેતૃત્વ ધારણ કરવાની યોગ્યતા ધરાવતા વર્ગનો મોટો ભાગ ગામડાંને નિરુપયોગી થઈ પડે છે. ગામમાં સ્થાયી રહેતા મનુષ્યોમાંના હોશિયાર, અને અક્કલવાળા મનુષ્યોને આગેવાની વરે છે. આ આગેવાનીનાં પરિણામ જોવાં હોય તો ગમે તે ગામડા તરફ દૃષ્ટિ નાખવી. ગામડાં ઉન્નત નથી એનું એક કારણ તો એ છે કે આપણા ગ્રામનેતાઓ–ગામડાંના આગેવાનો નેતૃત્વ માટે લાયકી ધરાવતા હોતા નથી.

જેવો આગેવાન તેવું
ગામડું

ઘણી વખત આપણા અનુભવો કહેવતના રૂપમાં કાયમના જળવાઈ રહે છે. એક જૂની કહેવત છે? જેનો આગેવાન આંધળો તેનું લશ્કર કૂવામાં. આ કહેવત આખા હિંદમાં ઘેર ઘેર, હૃદય હૃદયમાં, સંસ્થાઓ અને સભાઓમાં કોતરી રાખવાની જરૂર છે. હિંદ પરતંત્ર કેમ થયું ? હિંદના અગ્રેસરો નલાયક માટે જ. હિંદ સ્વતંત્ર કેમ થતું નથી ? હિંદમાં આગેવાનો તરફ સહેજ દૃષ્ટિ કરવી એટલે જવાબ આપોઆપ મળી જશે. હિંદને માટે મરવાને કોણ અને કેટલા તૈયાર છે ? હિંદને માટે ફકીરી કોણે અને કેટલાએ લીધી ? હિંદ પરતંત્ર ન રહે તો બીજું શું થાય ?

આગેવાનોના પ્રકાર

ગામડાંની ઉન્નતિનો પ્રશ્ન હિંદસમગ્રના પ્રશ્નનો જ એક વિભાગ છે. ગ્રામજીવનમાં સારી આગેવાની મળતી નથી એટલે ગામડાં પણ અવનતજ રહે છે. ગામડાંની આગેવાનીનું ચાલુ સમયમાં કેવું સ્વરૂપ છે તેનો વિચાર આપણે કરીએ તો નીચે પ્રમાણે આગેવાની સ્વાભાવિક રીતે ગોઠવાઈ જતી લાગે છે :